- તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી સુધી “કરૂણા અભિયાન” યોજાશે.
- ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ નંબર – ૦૨૬૭૩-૨૨૧૨૬૬ તેમજ એનિમલ હેલ્પલાઇન નંબર – ૧૯૬૨
પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે. તેથી તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ “કરૂણા અભિયાન” કાર્યક્રમનું આયોજન હાથ ધરવા સરકારે નિર્ણય લીધેલ છે.
ઉત્તરાયણ પર્વ નિમિતે દાહોદ જિલ્લામાં “કરુણા અભિયાન” અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા-જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ માહિતીની આપ-લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે ૮:૦૦ કલાક થી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવશે.
દાહોદ જિલ્લાની તમામ જનતાને NewsTok24 ના મધ્યમથી જણાવવાનું કે, ઉતરાયણ પર્વ દરમ્યાન આપની આસપાસ જો ઘાયલ પશુ-પક્ષી જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રો ખાતે પહોંચતા કરવા.
પક્ષીઓ ઘાયલ થતા બચાવવા આટલું કરીએ:- વહેલી સવારે તેમજ મોડી સાંજે પતંગ ઉડાડવાનું ટાળીએ, અકસ્માતે પક્ષીઓ દોરામાં ફસાય તો દોરી ન ખેચતા ઢીલ મુકવી, લાઉડ સ્પીકર કે ફટાકડાનો ઉપયોગ ન કરવો જેથી પક્ષીઓ ભડકવાનું પ્રમાણ ઓછું રહે, પતંગ ચગાવવા ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી અથવા વધારે કાચ પાયેલી દોરીનો ઉપયોગ કરવાનું ટાળીએ, ઘાયલ પશુ-પક્ષીને સમયસર નજીકના પશુ સારવાર કેન્દ્રો અથવા રેસ્ક્યુ સેન્ટર ખાતે પહોચાડીએ, સમગ્ર ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુપાલકો પોતાના પાલતુ પશુઓને બાજરી / ધૂઘરી / જુવાર વધુ પ્રમાણમાં ન ખવડાવે, જો વધારે પ્રમાણમાં પશુઓને ખવડાવવામાં આવે તો પશુઓને આફરો / ફૂડ પોઈઝનીગ થવાની સંભાવના વધી જાય જેથી પશુઓ મરણ પામે છે.
ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટેના પશુ દવાખાના સહિત અધિકારીઓના સંપર્ક નંબર: – (૧) ડો.વી.એ. પટેલ, અનાજ માર્કેટ યાર્ડની અંદર, મંડાવાવ ચોકડી, દાહોદ. સંપર્ક નંબર – ૮૮૪૯૮૬૩૬૦૪, (૨) ડૉ.યુ.આર. બારિઆ, મડી ફળિયું, મામલતદાર ઓફીસ રોડ, ગરબાડા તા.ગરબાડા જિ.દાહોદ. સંપર્ક નંબર – ૯૯૦૯૮૮૦૪૯૭, (૩) ડો.જે.આર. પંચાલ, અનાજ માર્કેટ યાર્ડની અંદર, ગામડી રોડ, ઝાલોદ તા.ઝાલોદ જિ.દાહોદ. સંપર્ક નંબર – ૯૪૨૯૧૪૬૮૯૪, (૪) ડૉ.એન.જી. શેખ, માંડલી રોડ, સંજેલી. તા. સંજેલી જિ.દાહોદ. સંપર્ક નંબર – ૭૦૧૬૧૩૦૦૭૩, (૫) ડૉ.એન.એમ. સંગાડા, અનાજ માર્કેટ યાર્ડની સામે, ઝાલોદ રોડ,ફતેપુરા તા. ફતેપુરા જી.દાહોદ. સંપર્ક નંબર – ૮૭૩૩૯૭૫૯૨૧, (૬) ડો.વાય.વી. નાયક, નવી કોર્ટની સામે, ગોધરા રોડ, પાલ્લી, લીમખેડા તા. લીમખેડા જિ.દાહોદ. સંપર્ક નંબર – ૯૪૨૬૪૯૮૫૯૭, (૭) ડૉ.કે.કે. પ્રજાપતિ, આમ્રકુંજ આશ્રમશાળાની નજીક, ભમરેચી માતા મંદિર, રણધીકપુર તા. સિંગવડ જિ.દાહોદ. સંપર્ક નંબર – ૯૫૮૬૨૧૫૬૪૭, (૮) ડૉ.સી.એસ. હઠીલા, બસ સ્ટેશનની સામે,દે.બારિયા તા.દે.બારિયા જિ.દાહોદ. સંપર્ક નંબર – ૯૯૦૯૮૯૦૬૦૨,(૯) ડો.જે.ડી. નિનામા, ફોરેસ્ટ ઓફીસની સામે, ધાનપુર તા.ધાનપુર જિ.દાહોદ. સંપર્ક નંબર – ૭૮૭૪૪૨૬૭૯૭
આ સાથે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ નંબર – ૦૨૬૭૩ – ૨૨૧૨૬૬ તેમજ એનિમલ હેલ્પલાઇન નંબર – ૧૯૬૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.