જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને I.C.D.S. શાખાની DLMRC ત્રિમાસિક રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. જે દરમ્યાન કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા I.C.D.S. ની વિવિધ યોજનાઓનો વિગતવાર રીવ્યુ કરવામાં આવેલ હતો. આંગણવાડી કેન્દ્રોમાં SAM MAM તેમજ SEV UNDER WIGHT બાળકોના ૧૦૦% વજન ઊંચાઈ અને તેનું મોનીટરીંગ થાય તે માટે જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા. પોષણ ટ્રેકર, ગ્રોથ મોનીટરીંગ, ટેક હોમ રાશન, વજન, ઊંચાઈ, ક્રોસ ચેકિંગ, સક્ષમ આંગણવાડી કેન્દ્રો, સુપોષિત દાહોદ પ્રોજેક્ટ, આંગણવાડી બાંધકામના જમીન પ્રશ્નો, આંગણવાડીની ભૌતિક સુવિધાઓ, ગ્રેચ્યુએટી, આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન બાળકોનું હેલ્થ ચેકઅપ, બિન પરંપરાગત પદ્ધતિથી થનાર આંગણવાડી બાંધકામ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ લગત વિડીઓ, વીજ કનેક્શન તેમજ આંગણવાડી બાંધકામનો રિવ્યુ કરવામાં આવ્યો હતો.
આ બેઠક દરમ્યાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, યુનિટ મેનેજર વાસ્મો, કાર્યપાલક ઈજનેર પંચાયત (માર્ગ અને મકાન વિભાગ), જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર I.C.D.S. તથા તમામ ઘટકના બાળ વિકાસ યોજનાના અધિકારીઓ હાજર રહ્યા હતા.