- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪” કાર્યક્રમનું જીવંત પ્રસારણ દાહોદ જિલ્લાની દરેક શાળાઓમાં કરવામાં આવ્યું.
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪” ના રાષ્ટ્ર વ્યાપી પ્રસારણ હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો.
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪” કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. “પરીક્ષા પે ચર્ચા” ના જીવંત પ્રસારણને નિહાળવા દાહોદ જિલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમેશભાઈ માવી, જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્રકુમાર દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર.એ.બારીયા સહિત લીટલ ફ્લાવર્સ સ્કૂલના ટ્રસ્ટી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં દાહોદની કેન્દ્રીય વિદ્યાલય ખાતે પણ ધોરણ ૩ થી લઇ ને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગ શિક્ષક સાથે વિદ્યાલયના CCA રૂમ, પ્રાયમરી કોમ્પ્યુટર લેબ, સેકન્ડરી કોમ્પ્યુટર લેબ તથા એક્ટિવિટી રૂમમાં આ રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમને નિહાળ્યો હતો. કેન્દ્રીય વિદ્યાલયના પ્રાચાર્ય એનોસ સેમસનના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને દરેક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.