દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર યોગેશ નૂરગુડે પધારેલ હતા. તેમાં ફતેપુરા તાલુકાના નાગરિકોને ચાંદીપુરમ રોગ અને તેના સામે રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગે જાહેર જનતાને સંબોધી અને માહિતી આપી હતી
વધુમાં ફતેપુરામાં દબાણનો સિલસિલો ચાલુ રહેતા ગામના આગેવાનો દ્વારા ફતેપુરા મામલતદારને કલેકટરને સંબોધીને કબ્રસ્તાન સામે આવેલ વર્ષો જૂનું ગામતળમાં આવેલ તળાવ પરનું દબાણ ખુલ્લું કરવા આવેદન આપેલું હતું. આ બાબતે સત્વરે કાંઈ કાર્યવાહી ન થતા ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને આજે જિલ્લા કલેકટર ફતેપુરા આવતા તેઓને આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને જિલ્લા કલેકટરે સ્થળ તપાસ અર્થે તળાવ ઉપર ગયેલ હતા અને ફતેપુરા મામલતદારને આ અંગે તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું તેવી અગ્રણીઓ દ્વારા માહિતીઓ મળી રહેલ છે. વધુમાં તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું.