દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોના કેસોના કારણે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જે મુજબ હાલમાં કોરોનાના સંક્ર્મણને અટકાવવા માટે સમગ્ર દાહોદ જિલ્લામાં બપોરના 04:00 વાગ્યા થી બીજા દિવસે સવારના 06:00 વાગ્યા સુધી લોકડાઉન કરવુ અને બજારો બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ રાત્રી કર્ફ્યુ પણ રાખેલ છે. તેમ છતાં પણ આજે તા.૧૨/૦૪/૨૦૨૧ ને સોમવારના રોજ સંજેલી નગરમાં બપોરના 04:00 વાગ્યા પછી પણ બજારો ખુલ્લા રહેતા સંજેલી પોલીસ સ્ટાફ દ્વારા તમામ દુકાનો બંધ કરાવાઈ હતી.
દાહોદ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં સંજેલીમાં બજારો 4 વાગ્યા પછી પણ ખુલ્લા રહેતા પોલીસ સ્ટાફે બજાર બંધ કરાવ્યા
RELATED ARTICLES