Sunday, January 19, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની...

દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ પ્રજાકીય પ્રશ્નોના સમયસર અને નિયમોનુસાર ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીઓને સુચના આપી.

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામા આવી હતી. જેમાં આવેલ તમામ પ્રશ્નોના સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા નિકાલ લાવવા કલેક્ટર યોગેશ નિરગુડેએ તમામ વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.

આ બેઠક દરમ્યાન જેમાં મધ્યાહન ભોજન, E-KYC, પેન્શન કેસો, આંગણવાડી કેંદ્રોમા પીવાના પાણી અને વિજળી બાબત, બાળ અને શ્રમિક વિભાગ, ગુલતોરા ગામમા પાણી, વીજળી અને આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો, સિંચાઇને લગતા પ્રશ્નો, નગર પાલિકાના પ્રશ્નો, વ્યાજબી ભાવની દુકાનો, જંત્રીની વાંધાજનક અરજીઓ, દુધ સંજીવની યોજના બાબત અંગેના સહિત ગ્રામસભા તેમજ રાત્રીસભા દરમ્યાન ગામલોકો દ્વારા રજુ કરાયેલ પ્રશ્નો, આવાસ યોજના હેઠળના પ્રશ્નો, રજુ કરવામા આવ્યા હતા.

આ ઉપરાંત પી.એમ. વિશ્વકર્મા યોજનાની આવેલ અરજીઓ, નાગરિક અધિકાર પત્રોની માહિતી દર્શાવતુ પત્રક, મધ્યાહ્ન ભોજન યોજના, ન્યુઝ એનાલિસીસની કામગીરી, મુખ્યમંત્રી એપ્રેંટીસ યોજના, રસ્તાની કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી. જેમાં જિલ્લાના વિકાસ માટે રજૂ કરાયેલા આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા સૂચના સાથે સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ ફરજિયાતપણે હેલ્મેટનો ઉપયોગ કરે એવો અનુરોધ પણ કરવામા આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેશભાઇ ભૂરિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.એમ. પટેલ, તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ સહિત ચીફ ઓફિસરો, મામલતદારો અને સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments