નાયબ પશુપાલન નિયામક, દાહોદ દ્વારા દાહોદ તાલુકાના ધામરડા ગામ ખાતે સરકારનાં એસ્કાર્ડ (ASCARD – Assistance to States for Control of Animal Diseases) કાર્યક્રમ અંતર્ગત ઘેટાં બકરાઓમાં સઘન કૃમિનાશક કાર્યક્રમ તેમજ પશુ આરોગ્ય મેળા કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં પશુપાલક લાભાર્થીઓ જોડે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા રૂબરૂ સંવાદ કરવામાં આવ્યો હતો. તેમજ પશુપાલન શાખા દ્વારા મળતી વિવિધ સહાયકારી યોજનાઓની માહિતી મેળવી હતી. વધુમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજનાની કચેરી મારફતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળના આદિજાતિ લાભાર્થીઓ માટે મંજુર થયેલ દુધાળા પશુ સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.