Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને સીંગવડ તાલુકાના મછેલાઇ ગામે...

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને સીંગવડ તાલુકાના મછેલાઇ ગામે રાત્રીસભા યોજાઈ : વિવિધ અધિકારીઓની હાજરીમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS 

દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને સીંગવડ તાલુકાના મછેલાઇ ગામે રાત્રીસભા યોજવામાં આવી હતી .જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના માર્ગદર્શન સાથે તેમના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. રાત્રીસભાની શરૂઆતમાં ગામમાં અત્યાર સુધી કરવામાં આવેલા વિકાસ કામોની માહિતી આપવામાં આવી હતી. જિલ્લાના ખેતીવાડી અધિકારી, પશુપાલન વિભાગ, સમાજ સુરક્ષા અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી વગેરે ઉપસ્થિત અધિકારીઓએ ગ્રામજનોને વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના જેવી વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. ત્યાર બાદ ગ્રામજનોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂઆતો રજૂ કરી હતી. ગ્રામજનોએ વિવિધ યોજનાઓ હેઠળ બેન્ક ખાતામાં લાભ જમા થવા બાબત, આવાસ યોજનાના લાભ બાબતે, પીવાના પાણી, હેન્ડપંપ, કેટલશેડનો લાભ આપવા બાબત, આંગણવાડી બાબતે પોતાના પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જિલ્લા કલેક્ટરે સંબધિત અધિકારીઓને ગ્રામજનોની સમસ્યાઓની તાકીદે નિરાકરણ લાવવા સૂચન કર્યુ હતું.
કલેક્ટર વિજય ખરાડીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પાયાના ક્ષેત્રો ખેતી, પશુપાલન, આરોગ્ય, શિક્ષણમાં અસરકારક કામગીરીથી વિકાસની પ્રક્રિયાને વેગ મળતો હોય છે. જિલ્લામાં માતામૃત્યુનો દર ઘટાડવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસો કરીએ અને માતા બહેનોની સર્ગભા અવસ્થાના પહેલા ૯૦ દિવસમાં અવશ્ય નોંધણી કરાવીએ. તેમણે સર્ગભા માતાને પૂરતું પોષણ મળે તે માટે ખાસ કાળજી રાખવા અને કુપોષણના કલંકને દૂર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. બાળકોનો સંપૂર્ણ શારિરીક અને માનસિક વિકાસ થાય એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. બાળકોની શાળામાં નિયમિત હાજરી પણ ખૂબ જરૂરી છે. આ માટે ગ્રામજનોએ જાગૃતત્તા દાખવવાની જરૂર છે. તેમણે ખેતીમાં આધુનિક પધ્ધતિ અપનાવવા જણાવ્યુ હતું, ઉપરાંત પશુપાલન અપનાવીને આર્થિક રીતે સંપન્ન થવું જોઇએ. રાત્રીસભામાં પ્રાન્ત અધિકારી લીમખેડા, પ્રાયોજના વહિવટદાર બી.ડી.નીનામા, જિલ્લા પુરવઠા અધિકારી વી.એ. ખાંટ, મછેલાઇ ગામના સરપંચ, ગામના આંગેવાનો તથા ગ્રામજનો હાજર રહયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments