THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS [ HONDA ]
ગર્ભવતી મહિલાઓ તથા નવજાત શિશુઓના આરોગ્ય માટે વિશેષ કાળજી લેવા કલેક્ટરશ્રીએ જણાવ્યુ
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં ડિસ્ટીકટ હેલ્થ સોસાયટી દાહોદની ગર્વનીગ બોડીની બેઠક જિલ્લા સેવા સદન દાહોદ ખાતે યોજાઇ હતી. જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયલી બેઠકમાં જિલ્લામાં થઇ રહેલી આરોગ્ય વિષયક કામગીરીની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકો અને થયેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. ઉપરાંત હાલમાં આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવી રહેલા કર્મચારીઓ, તેમની તાલીમ, પબ્લીક હેલ્થ સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર, મોબાઇલ હેલ્થ યુનીટ વગેરે બાબતે માહિતી આપી હતી. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ આરોગ્યમાં વિવિધ ક્ષેત્રે નક્કી કરાયેલા લક્ષ્યાંકો અને થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે વિવિધ વિભાગોને એકબીજાના સહયોગમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત કલેક્ટર વિજય ખરાડીએ મિશન શક્તિ હેઠળ થયેલી કામગીરી, ફેમીલી પ્લાનીગ, સ્વાઇન ફલુ, મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનયા, ચાંદીપુરા વાયરલ વગેરે રોગોમાં જિલ્લામાં હાલની સ્થિતી તથા આરોગ્ય વિભાગ દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે આરોગ્ય વિભાગને ગર્ભવતી મહિલાઓ તથા નવજાત શિશુઓના આરોગ્ય માટે વિશેષ કાળજીપૂર્વક કામ કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.એન.ગોસાઇ, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહયા હતા.
અમારે ત્યાં ધજા, ચુંદડી, પુજા તથા લગ્નનો સમાન, માતાજીનાં વાઘા, લાલજીના વાઘા હોલસેલ ભાવે મળશે.