દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત તામિલનાડુના કુન્નૂર ખાતે તા. ૮ મી ડીસેમ્બર ૨૦૨૧ ને બુધવારના રોજ હેલીકોપ્ટર દુર્ઘટના થવાથી CDS બિપિન રાવત અને તેમના ધર્મપત્ની સહિત અન્ય ૧૧ જેટલા સ્ટાફ અને આર્મીના અધિકારીઓ મૃત્યુ થયેલ. તેમની આત્માની શાંતિ માટે “શ્રધ્ધાંજલિ” અર્પણ કરવાનો કાર્યક્રમ ગત તા.૧૪/૧૨/૨૦૨૧ ને મંગળવાર ના રોજ સાંજના ૦૬.૩૦ કલાકે નગરપાલિકા, દાહોદ ના ચોગાનમાં રાખવામાં આવેલ હતો. જેમાં દાહોદ શહેર કોંગ્રેસના પદાધિકારીઓ, ફ્રન્ટ સેલ ડીપાર્ટમેન્ટના હોદ્દેદારો તથા કાર્યકર ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તામિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ...