Saturday, January 11, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા ગ્રામ વિકાસ અજેન્સી દ્વારા સ્વછ  ભારત અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રથમ...

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ અજેન્સી દ્વારા સ્વછ  ભારત અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રથમ એવું સરપંચ સંમેલન યોજવામાં આવ્યું

Himanshu parmar

logo-newstok-272-150x53(1)

HIMANSHU PARMAR – DAHOD

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજેનસી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરપંચ સંમેલન યોજાયું. દાહોદ જિલ્લામાં તાજેતરમાં નવા ચૂંટાયેલ સરપંચો સહિત તમામ સરપંચોને સ્વચ્છ ભારત મિશન તથા ગ્રામ વિકાસની અન્ય યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુથી દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે “સરપંચ સંમેલન”નું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી જયંતીભાઈ કાવડીયા, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી બચુભાઇ ખાબડ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર, તાલુકા ભાજપ પ્રમુખ પર્વત ડામોર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અને અન્ય યોજનાઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેને પંચાયત મંત્રીએ ખુલ્લા મુકયા હતા. મંત્રી બચુભાઈ ખાબડએ આ બાબતે જણાવ્યું હતું કે જે સમરસ પંચાયતો છે તેને સરકારની યોજનાનો લાભ મળશે અને પંચાયત મંત્રીના હસ્તે અન્ય લાભોના ચેકો મળશે જે લઇ જઈ અને ગ્રામ પંચાયતોમાં કામ શરુ કરી ગામોના વિકાસ કરો. દાહોદ જિલ્લાના તમામ યોજનાના કામ થાય અને તમામ જોબકાર્ડ ખોલાવી દેવાનું કામ શરુ કરવા અને જ્યાં રસ્તાઓની જરૂર છે તે બનાવો. આ બાબતે જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ના નિયામક N. V. Upadhyayએ  યોજનાઓ બાબતે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં જે શૌચાલય બને છે તેમા સોસ ખાડાઓ બરોબર ઊંડા નથી હોતા તો જેના કારણે આ સોસ ખાડા જલ્દી ભરાઈ જશે અને એનો હેતુ સાર નહિ થાય જેથી આ યોજનામાં આ બાબતે ધ્યાન રાખવું તે જણાવ્યું હતું. અને સરપંચો તમામ યોજનાઓનો લાભ ગ્રામવાસીઓ અને જરૂરિયાત માંડો ને મળે તેનું ધ્યાન રાખે તેવું જણાવ્યું હતું.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી જયંતીભાઈ કાવડીયાએ જણાવ્યું હતું આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત નો પ્રથમ કાર્યક્રમ છે અને હજી એક એવી પહેલ થાય કે આખા દિવસનો શિબિર થાય અને સરપંચના માધ્યમથી જ આ તમામ કામ થાય એવું આયોજન કરવું. વડા પ્રધાને મનરેગાનું ફંડ વધારીને વિકાસ માટે વધુ મોટા દ્વાર ખોલ્યા છે. આખા દેશમાં આ ગુજરાત એક રાજ્ય છે જેમાં મનરેગાનો રેશિયો જાળવવા 6 લાખ રૂપિયા સરકાર આપશે. મુખ્યમંત્રી રૂપાણીએ પેશાના કાયદાને વ્યવસ્થિત યોજના બદ્ધ રીતે અમલ કરી ગરીબ આદિવાસીને લાભ આપો. સરપંચ અને એની બોડી રૂ.5 લાખથી નીચેના કામો સીધા ભેગા મળી ફાળવી શકશે, અને 14માં નાણાં પાંચમા 8663 કરોડ રૂપિયા વડાપ્રધાને ફાળવેલ છે. જે જોવા જઇયે તો એક ગરીબ વ્યક્તિ દીઠ 2496 રૂપિયા આપવાના છે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments