- જિલ્લામાં વિવિધ જનકલ્યાણની યોજનાઓ અંતર્ગત ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકોને રૂ. ૧૫૦ કરોડની લોન મંજૂર.
- કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ લાભાર્થી નાગરિકોને લોનમંજૂરીના ચેક વિતરિત કર્યા.
દાહોદની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને આઝાદીના અમૃત્ત મહોત્સવ નિમિત્તે ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો હતો. જિલ્લામાં વિવિધ જનકલ્યાણની યોજનાઓ અંતર્ગત ૨૨૫૦૦ લાભાર્થીઓને રૂ.૧૫૦ કરોડની લોન મંજૂર કરાઇ છે. જેમાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ૬૦ લાભાર્થીઓને લોન મંજૂરીના ચેકની વહેચણી કરાઇ હતી.
આ પ્રસંગે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, દરેક ગરીબ વ્યક્તિ સુધી સરકારની જનકલ્યાણની યોજનાઓના લાભ પહોંચતા થાય એ ધ્યેય સાથે વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. આ નાણાકીય વર્ષમાં જ ૮૪૫૬ જેટલા પ્રધાનમંત્રી જનધન યોજનાના એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. સરકારી યોજનાઓ પારદર્શી રીતે લાગુ કરાઇ રહી છે. લાભાર્થી નાગરિકોના ખાતામાં યોજનાનો નાણાકીય લાભ સીધો જમા કરવામાં આવે છે. આ નાણાકીય વર્ષમાં ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકોને રૂ. ૧૫૦ કરોડની લોન મંજૂર કરાઇ છે. આજના કાર્યક્રમમાં ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકોમાં વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના, સખી મંડળને લોન, મુદ્વા લોન વગેરે યોજનાઓ અંતર્ગત નાણાકીય સહાયના ચેક આપવામાં આવ્યા હતા.
આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત આઇકોનીક વીક તા. ૬ જુન થી તા. ૧૧ વીક હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લીડ બેન્ક મેનેજર સુરેશકુમાર બારીયા, ડેપ્યુટી રીજીયન મેનેજર નવીન ગોખીયા સહિતના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટ બ્રાન્ચના અધિકારીઓ તેમજ લાભાર્થી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.