ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લંપી વાઈરસ દેખા દેતા સમગ્ર ગુજરાતમાં પશુપાલકોમાં ગભરાટ.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પશુઓમાં લંપી વાઈરસથી બીમાર થતાં સરકારના પશુપાલન વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં આ મામલે એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જેથી પશુપાલકોને મંદીના દોરમાં પશુઓ ગુમાવવા ના પડે અને તેઓની આર્થિક કમ્મર ના તૂટી જાય આ મામલે દાહોદ નાયબ પશુપાલન નિયામક ડો. કે.એલ. ગોસાઈ એ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં હજી એક પણ કેસ જોવા નથી મળયો પરંતુ તેઓએ પશુપાલકોને આ મામલે તેના લક્ષણો બાબતે વાત કરતા જણાવ્યું હતું કે આ બીમારીમાં પશુઓને ગૂમડાં ઉપસી આવે છે, પશુ દૂધ આપવાનું બંધ કરી દે છે અને ખોરાક પણ લેવાનું બંધ કરી દે છે અને આજુ બાજુના પશુઓમાં એક સાથે આવા લક્ષણો જોવા મળે છે. દાહોદ જિલ્લામાં આ શક્યતા ઓછી એટલા માટે છે કેમકે પશુઓને છુટ્ટા અને દૂર દૂર રાખવામાં આવે છે અને તેને ચરાવવા માટે પણ છુટ્ટી જગ્યાએ લઈ જવામાં આવે છે. પશુપાલન વિભાગ દ્વારા નવ ટીમોની રચના કરવામાં આવી છે જે દરેક ગામે ગામ જઈ પશુચિકિત્સક દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં જઇ સર્વેક્ષણ ની કામગીરી કરવામાં આવી રહી છે અને તેમ છતાં જો કોઈ પશુપાલકોને આવા કોઈ લક્ષણ જણાય તો રાજ્યના પશુપાલક વિભાગ દ્વારા ઊભા કરાયેલા કોન્ટ્રોલ રૂમ 1962 અને જિલ્લા કોંટ્રોલ હેલ્પલાઇન નંબર 221266 પશુ દવાખાના દાહોદ ખાતે ચોવીસ કલાક કાર્યરત છે અને જેવી માહિતી મળશે તેવી તૈયારીમાં પશુની ચિકિત્સા ની કામગીરી હાથ ધરવામાં આવશે. દાહોદ જિલ્લામાં લંપી વાઈરસ ને લઇ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.