PRAVIN KALAL –– FATEPURA
- ફતેપુરા મુકામે સલારા અને ઘુઘસ જિલ્લા પંચાયત સીટની યોજાઈ મિટિંગ.
- બંને નેતાઓ કોંગ્રેસ ઉમેદવાર દ્વારા યોજાયેલ મિટીંગમાં કોંગ્રેસમાં જોડાયા.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ઘુઘસ રોડ પર ભુરીયા પ્લોટમાં કોંગ્રેસ ઉમેદવાર બાબુભાઈ કટારા દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિચાડ, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટભાઈ પટેલ, દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. કિશોરસિંહ તાવિયાડ, ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, ગુજરાત કોંગ્રેસ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર, તાલુકા પંચાયત ફતેપુરાના પ્રમુખ રજનીકાબેન ઘનશ્યામભાઈ મછાર, ફતેપુરાના પૂર્વ ધારાસભ્ય દિતાભાઈ મછાર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, સદસ્ય તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. સલારા જીલ્લા પંચાયત અને ઘુઘસ જીલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓને પોતાના સંબોધનમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારાએ જણાવ્યું કે હું તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. ભાજપની સરકાર દ્વારા નોટબંધી, જીએસટી, મોંઘવારી, મહિલાઓની સુરક્ષાથી આમ જનતા પરેશાન છે. પંજો દેવનો પંજો છે ત્યારબાદ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરેલ હતું.
કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારા દ્વારા યોજાયેલ મિટિંગમાં દાહોદ જિલ્લા પંચાયતના લખણપુર સીટના સભ્ય સુરતાબેન દિનેશભાઈ તાવીયાડ તેમજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મિતેશભાઈએ ભાજપનો છેડો ફાડી પોતાના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં પ્રવેશ કરેલ હતો. થોડા સમય પહેલા આ બન્ને નેતાઓ કોંગ્રેસમાંથી જ ભાજપમાં જોડાયા હતા પરંતુ પુનઃ ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં ફરીથી જોડાતા કોંગ્રેસ સમિતિ – દાહોદ જિલ્લા દ્વારા તેઓનું ફુલહાર પહેરાવી પ્રવેશ આપેલ હતો અને બંને નેતાઓની પરત ઘર વાપસી થયેલ હતી.