દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક ભવ્ય હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ હેલ્થ મેળાનું આયોજન દાહોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરાયું હતું. આ હેલ્થ મેળામાં નિદાન અને સારવાર સ્થળ ઉપર નિઃશુલ્ક કરવા આવી હતી.
આ હેલ્થ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું. અને અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશ પારગી, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાલા, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર વિજય ખરાડી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ આ આરોગ્યને લાગતા વિશેષ મેળામાં હાજરી આપી હતી. આ હેલ્થ મેળામાં કુલ 600 જેટલા લોકોએ નિદાન અને સારવારનો લાભ લીધો હતો.
રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે આ યોજના પણ ભારતના વડા પ્રધાન મોદીની એક સ્વપ્ન સમાન યોજના છે. જેનાથી દરેક લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે અને આ ગોલ્ડન કાર્ડ તેઓ પોતાના રાજ્ય ગુજરાતમાં તો ખરુ જ પરંતુ કોઈક અન્ય રાજ્યમાં ગયું હૉય અને બીમાર પડે તો પણ આ ગોલ્ડન કાર્ડ થી ફરી સારવાર મેળવી શકે અને તેને રૂપિયાની રાહ ન જોવી પડે ખરેખર સરકારની આ યોજના ગરીબો માટે સંજીવની સમાન ગણાય અને જો તેનો લાભ વ્યવસ્થિત સમજીને લેવામાં આવે તો લોકોનું આરોગ્ય ખુબ સુખાકારી બની જાય.