મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિન્હૃ તરીકે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત દાહોદના પ્રાગણમાં આ દુઃખદ ઘટનાના દિવંગત નાગરિકો માટે શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી સહિતના અધિકારીઓએ તેમજ જિલ્લા પંચાયતના કર્મયોગીઓએ દિવંગત નાગરિકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી હતી.
દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી બ્રિજ દુર્ઘટનાના દિવંગત આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલી આપવામાં આવી
RELATED ARTICLES