દાહોદ જિલ્લા પંચાયત દાહોદ ખાતે ૧૫માં નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષાની ૧૦% ગ્રાન્ટ વર્ષ ૨૦૨૨-૨૩ માંથી જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિત જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા વિવિધ સાધનનું જિલ્લા પંચાયત દાહોદ ખાતેથી વિતરણ કરવામાં આવ્યું.
દાહોદ, લીમખેડા, ફતેપુરા, ઝાલોદ તાલુકાના જુદા જુદા કુલ ૧૨ ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા ૬૧.૮૦ લાખના ખર્ચે કુલ ૧૨ નંગ ટ્રેક્ટરનું વિતરણ કરવામાં આવ્યું. ઝાલોદ અને ધાનપુર તાલુકાના જુદા જુદા ૨ ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા ૧૦.૩૦ લાખના ખર્ચે ૨ નંગ છોટા હાથી ટેમ્પોનું વિતરણ કરવામાં આવ્યું. જ્યારે ગરબાડા, ઝાલોદ અને ધાનપુર તાલુકાના જુદા જુદા કુલ ૩ ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા ૭.૪૪ લાખના ખર્ચે કુલ ૩ ઈ-રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું.
૧૫મુ નાણાપંચ જિલ્લા કક્ષા ૧૦% ગ્રાન્ટ વર્ષ ૨૦૨૨-૨૩ માંથી ૭૯.૫૪ લાખના ખર્ચે કુલ–૧૭ જેટલા વાહનોનું જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તથા જિલ્લા પંચાયતના સદસ્યોની હાજરીમાં જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાંથી લીલી ઝંડી આપી વાહનોનું વિતરણ કરવામાં આવ્યું.