દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળની સામાન્ય સભા મંડળના પ્રમુખ રાજેશકુમાર નાથાલાલ પંચાલના અધ્યક્ષ સ્થાને પંચાલ સમાજની વાડી દાહોદ ખાતે યોજાઇ ગઇ. જેમાં મોટી સંખ્યામાં સામાન્ય સભ્યો, જ્ઞાતિજનો અને આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમાજના સ્વ.આત્માઓના કલ્યાણ માટે બે મિનિટ નું મૌન પાળી શ્રધાંજલિ આપવામાં આવી હતી. અખિલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સંઘમાં હસમુખભાઈ પી. પંચાલને વરિષ્ઠ મહામંત્રી તરીકેની જવાબદારી મળતા સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના મહામંત્રી સુરેશભાઇ પંચાલે કાર્યસુચી મુજબ મિટિંગની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં નવીન કારોબારીની વરણી, કારોબારી મુદતમાં 3 વર્ષ કરવા તથા આગામી સમયમાં મંડળ દ્વારા હાથ ધરાનાર વિવિધ પ્રવૃત્તિઓ અંગે ચર્ચા વિચારણા કરી ઠરાવ કરવામાં આવ્યા હતા.
મંડળના ખજાનચી તુલસીરામભાઈ પંચાલ દ્વારા હિસાબોનું વાંચન કરી રીપોર્ટ સભા સમક્ષ મૂક્યા હતા. યુવા સંગઠનના પ્રમુખ દિનેશભાઈ પંચાલ દ્વારા યુવા સંગઠન દ્વારા થયેલ પ્રવૃત્તિની ચર્ચા કરી ખજાનચી જયેશભાઈ પંચાલ દ્વારા હિસાબોનું વાચન કરી સભાને માહિતગાર કર્યા હતા. મહિલા સંગઠનના પ્રમુખ રીનાબેન પંચાલ અને મંત્રી નીલેશ્વરીબેન પંચાલ દ્વારા મહિલા સંગઠન દ્વારા હાથ ધરાયેલ વિવિધ પ્રવૃત્તિઓ થી સભાને વાકેફ કર્યા હતા. તથા આવનારા સમયમાં મહિલા સશકિતકરણ માટે તમામ મહિલાઓને સહયોગ આપવા અપીલ કરી હતી. મંડળના મહામંત્રી સુરેશભાઇ પંચાલે મંડળનો પ્રગતિ અહેવાલ સભા સમક્ષ રજૂ કરી સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓ થી વાકેફ કર્યા હતા.
મંડળના આગેવાનો ધીરજલાલ પંચાલ, અશ્વિનભાઈ પંચાલ, આશિષભાઈ પંચાલ, અનિલભાઈ પંચાલ, જયેશભાઈ પંચાલ, હિતેન્દ્રભાઇ પંચાલ, બાબુલાલ પંચાલ, હસમુખલાલ પંચાલ તથા અન્ય આગેવાનો દ્વારા પ્રશ્નોતરીકાળ દરમ્યાન સમાજ ઉત્કર્ષ માટે વિવિધ પ્રશ્નોતરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ રાજેશકુમાર નાથાલાલ પંચાલ દ્વારા સમાજ ઉત્કર્ષ માટે સૌના સાથ સૌના વિકાસની અપીલ કરી હતી. મંડળ દ્વારા થયેલ વિવિધ પ્રવૃત્તિઓનો સંતોષ વ્યક્ત કરી આગામી સમય માં વિવિધ પ્રવુતિઓ દ્વારા સમાજ પ્રગતિ ના પંથે આગળ વધે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો..સૌના આભાર ની લાગણી સાથે સામાન્યસભા નું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.