ગુજરાત પોલીસ માત્ર સુરક્ષામાં જ નહીં, પણ ખેલકુદમાં પણ અગ્રેસર રહી રાજ્યને ગૌરવ અપાવી રહ્યું છે. ત્યારે દાહોદ પોલીસના સોમાભાઇ હઠીલાએ એથ્લેટિક્સમાં રાજ્ય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમને તાલુકા, જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં તેઓએ અનેક સુવર્ણ, રજત અને કાંસ્ય પદકો પ્રાપ્ત કર્યા છે અને દાહોદને ગૌરવ અપાવ્યું છે. દોડને મિશન માનતા સોમાભાઈને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પણ પૂરેપૂરો સપોર્ટ કરાય છે. સોમાભાઈ માત્ર ગુજરાત પોલીસ જ નહીં, સમગ્ર રાજ્ય માટે ગૌરવરૂપ છે.
દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા ASI સોમાભાઈ હઠીલાએ ફીલીપાઈન્સમાં યોજાયેલ એશિયન માસ્ટર એથલીટ ગેમમાં ભાગ લીધેલ, જેમાં તેઓએ ત્રણ ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવીને દાહોદ જીલ્લા પોલીસ તથા ગુજરાત પોલીસનું નામ રોશન કરી ભારત દેશનું ગૌરવ વધાર્યું.