KEYUR PARMA DAHOD BUREAU
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.4થી જૂન 2016 શનિવારના રોજ
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નીનામાંની દેખરેખ હેઠળ ચાલતી સુરક્ષા
સેતુ સોસાયટી અંતર્ગત સાંજે આશરે ૮ કલાકે એક વોલીબોલ ટુર્નામેંટનું આયોજન
કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેંટમાં દાહોદની કુલ ૧૫ ટીમ અને ગોધરા
પોલીસ SPની ટીમ મળી કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેંટનું ઉદ્દઘાટન
દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોજ નિનામા સાહેબે કર્યું હતું. નાયબ
પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબે બોલને સર્વિસ કરી ટુર્નામેંટને ખુલ્લી
મૂકી હતી. અન્ય મહેમાનોમાં દાહોદ ટાઉન પી.આઈ. એમ. જી. ડામોર, LCB પીએસઆઇ
પરમાર સાહેબ અને SRP પાવડીના બી. ડી. માળી સાહેબ, દાહોદ તથા મુખ્ય મહેમાન
તરીકે ગોધરા રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા સાહેબ પણ હાજર રહ્યા હતા. આ
ટૂર્નામેંટમાં આવેલ દરેક ટીમને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ટી-શર્ટ
આપવામાં આવી હતી અને આ બધી ૧૬ ટીમોએ આ ટી-શર્ટ પહેરીને ટુર્નામેંટ રમી
હતી.
આ ટૂર્નામેંટમાં ૧. દાહોદ પોલીસ SP ટીમ, ૨. દાહોદ પોલીસ B ટીમ, ૩. પોલીસ
રિકૃટી ટીમ ૪. SRP પાવડી ટીમ, ૫.રૂપનગર ટીમ, ૬.ચાર રસ્તા ટીમ, ૭. સિટી
ગ્રાઉંડ ટીમ, ૮. I.T.I. ટીમ ૯. લીમખેડા ટીમ, ૧૦.ઝાલોદ ટીમ, ૧૧.લીમડી ટીમ,
૧૨.સંજેલી ટીમ, ૧૩.જેસાવાડા ટીમ, ૧૪.દેવગઢ બારિયા ટીમ, ૧૫. ક્રિશ્ચન
મિશનરી ટીમ અને ૧૬. પંચમહાલ જિલ્લાના ગોધરા પોલીસ SP ની ટીમ એમ કુલ ૧૬
ટીમો એ ભાગ લીધો હતો તેઓની વચ્ચે આજે ૮ મુકાબલા થયા હતા તેમાંથી ૧. દાહોદ
પોલીસ SP ટીમ, ૨. દાહોદ પોલીસ B ટીમ, ૩. SRP પાવડી ટીમ, ૪. રૂપનગર ટીમ,
૫. ચાર રસ્તા ટીમ, ૬. લીમખેડા ટીમ, ૭. જેસાવાડા ટીમ, અને ૮. ગોધરા પોલીસ
SP ની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોચી હતી.
પોત પોતાના લીગ રાઉન્ડ જીતી ઉપરની ૮ ટીમોની કવાર્ટર ફાઇનલ આજે તારીખ 5મી
જૂન ૨૦૧૬ રવિવારના રોજ રમાઈ હતી અને તેમાં ૧. દાહોદ પોલીસ SP ટીમ ૨.
દાહોદ પોલીસ B ટીમ ૩. ગોધરા પોલીસ SP ટીમ અને ૪. રૂપનગર ટીમ પોત પોતાની
મેચ જીતી સેમી ફાઈનલમાં પહોચ્યા હતા ત્યારબાદ ૧લી સેમી ફાઇનલ દાહોદ પોલીસ
SP ટીમ અને રૂપનગર ટીમ વચ્ચે રમાઈ હતી તેમાં દાહોદ પોલીસ SP ટીમ જીતી
ફાઇનલમાં પહોચી હતી અને ૨જી સેમી ફાઇનલ ગોધરા પોલીસ SP ટીમ અને દાહોદ
પોલીસ B વચ્ચે રમાઈ હતી તેમાં ગોધરા પોલીસ SP ટીમ વિજેતા બની હતી
ત્યારબાદ દાહોદ પોલીસ SP અને ગોધરા પોલીસ SP ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ
હતી તેમાં ગોધરા પોલીસ SP ટીમ વિજેતા બની ટ્રોફી અને રૂપિયા ૭૦૦૦/- રોકડા
પુરસ્કાર તરીકે મેળવ્યા હતા અને દાહોદ પોલીસ SP ટીમને ટ્રોફી અને રૂપિયા
૫૦૦૦/- રનર-અપ તરીકે મળ્યા હતા. વધુમાં બેસ્ટ શુટર તરીકે સુરેશભાઇ ચારેલ
(દાહોદ પોલીસ SP ટીમ) અને બેસ્ટ નેટર તરીકે LCB PSI એચ.પી.પરમાર (દાહોદ
પોલીસ SP ટીમ) તરીકે જાહેર થયા હતા. તે બંનેને ટ્રોફી અને રૂપિયા ૧૦૦૦/-
રોકડા પુરસ્કાર તરીકે મળ્યા હતા.