


વધુમાં ઉમેરતા તેઓએ કહ્યું હતું કે આ યુવાઓ માત્ર વૃક્ષો વાવતા જ નથી તેની માવજત પણ કરે છે અને આ વૃક્ષોનું દર રવિવારે જ્યાં જ્યાં વાવેલા છે ત્યાં જઈ અને ચકાસીને જે તે જરૂરત પુરી કરે છે.આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ, આમીલ મુરતઝા, Dy.S.P. હેડ કવાટર એમ.કે ગોહિલે વૃક્ષારોપણ કરી અને છોડને પાણી પીવડાવ્યું હતું ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસ સ્ટાફ અને વોહરા સમાજના યુવાનો વૃક્ષ રોપવામાં લાગી ગયા હતા. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આજે કુલ જિલ્લામાં ૩૦૦૦ જેટલા વૃક્ષો રોપાશે અને ખાસ કરીને ચોમાસુ છે એટલે તે વૃક્ષને વધુ ફાયદો થાય અને વ્યવસ્થિત ઉગવામાં મદદ મળે એટલે હાલમાં આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેનાથી વાતાવરણ અને પ્રકૃતિનો તો બહવઃ થાય છે પરંતુ માનવ જીવન પર પણ તેની ઘણી બધી અસર થાય જેમકે વધુ ઓક્સિજન મળે, વરસાદ વધુ આવે અને તડકામાંથી બચવા માટે છાંયડો પણ મળે છે. આમ દાહોદ જિલ્લા પોલીસ વડા અને દાઉદી વ્હોરા સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમ ખુબજ સારી રીતે સંપન્ન થયો હતો.