દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વી.કેર પેથોલોજી લેબ, અમદાવાદના સયુંકત ઉપક્રમે તા.9 મી તેમજ 10 ઓક્ટોબર, 2018 ના રોજ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયેલ હતો, જેમાં જીલ્લાના આશરે 292 મહિલા પોલીસ કર્મચારીઓએ લાભ લીધો હતો.
જનતાની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હંમેશા તૈનાત રહેતી એવી પોલીસ કર્મચારીઓને કામના ભારણના લીધે પોતાના શરીર પ્રત્યે ક્યારેય ધ્યાન આપી શકતા નથી. પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના રાત દિવસ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને જનતાને સુરક્ષા પુરી પાડતાં પોલીસ કર્મચારીઓનું પણ સ્વાસ્થ્યનું અવાર નવાર ચેકઅપ થવું જોઈએ.
દાહોદ જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર તથા જીલ્લા નાયબ પોલીસ વડા કાનન દેસાઈ તેમજ જીલ્લા ઈન્ચાર્જ નાયબ પોલીસ વડા (હેડ ક્વાર્ટ્સ) સી. સી. ખટાણા દ્વારા આ કેમ્પને ખુલ્લો મૂકતા જણાવ્યું હતુ કે પોતાના શરીરમાં રહેલી ઉણપને ઓળખવા તેમજ તેમના પરીવાર જનાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહે અને ફિટનેશ જાળવવા આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ર્ડો. કેતન દવે તેમજ પૂજા પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત પોલીસ કર્મચારીઓને જણાવેલ કે ડાયાબીટીશ, હાઇ કોલેસ્ટેરોલ, કોનીક બ્યુકેમીયા, તેમજ કીટની ફેલ્યર જેવા અનેક રોગો કોઇ પણ ચિન્હ દર્શાવ્યા વગર આપના શરીરમાં પ્રવેશી શકે છે. જો આ રોગોનુ સમયસર નિદાન ન થાય તો શરીરને નુકશાન થાય અને જો સમયસર નિદાન થાય તો મોટાભાગના રોગોને અંકુશમાં લાવી શકાય છે. તો દર વર્ષે એકવાર બોડી પ્રોફાઇલ દ્વારા ટેસ્ટ કરાવવું અતિ આવશ્યક છે. લીક્વીડ પ્રોફાઇલ ટેસ્ટ, સીબીસી, થાઇરોઇડ અને હાડકાની ઉણપ માટે બોન મીનરલ ડેનસીટી, યુરીન રૂટીન અને લીવર તથા ડાયાબીટીશ માટેના ટેસ્ટ કરી યોગ્ય નિદાન થતા સારવાર માટે માર્ગદર્શન આપેલ હતુ.