Friday, January 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાનાં વરદ્ હસ્તે ફતેપુરામાં નવીન પોલીસ ચોકીનું...

દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાનાં વરદ્ હસ્તે ફતેપુરામાં નવીન પોલીસ ચોકીનું ઉદ્દઘાટન અને વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે નવીન પોલીસ ચોકી લોક ફાળાથી બનાવવામાં આવી અને પોલીસ સ્ટેશનને રીનોવેટ કરવામાં આવ્યું હતું. ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણાનાં વરદ્હસ્તે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન તેમજ વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આવ્યા હતા.

વધુમાં પોલીસ દરબાર જી.આર.ડી. તથા પોલીસ સ્ટાફ સાથે રાખવામાં આવ્યો હતો તેમજ લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો. આ લોક દરબારમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ફતેપુરા પોલીસ સ્ટેશના PSI જી.કે. ભરવાડે લોકો ફાળા વડે નગરમાં નવીન પોલીસ ચોકી તેમજ જુના પોલીસ સ્ટેશનમાં રીનોવેટ કરીને સ્વચ્છ અને સુંદર પોલીસ સ્ટેશનનુ નિર્માણ કર્યું હતું અને પોલીસ ચોકીની બહારની દીવાલની ઊંચાઈ ઓછી હોવાના કારણે અમુક સમયે બનતા હાદસાઓને ધ્યાનમાં લઇ દીવાલને પણ ઊચી કરવામાં આવી હતી

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા પોલીસ દરબારમાં જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જમાદાર, હોમગાર્ડ અને પોલીસના જવાનો સાથે પરિસંવાદ યોજ્યો હતો તેમને પડતી મુશ્કેલીઓ અને તેમના ફરજ પર કઈ રીતે વાકેફ રહેવું તે માટે પોલીસ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જી.આર.ડી. જવાનોના પગાર ને લગતા પ્રશ્નો તેમજ જી.આર.ડી. જવાનોએ પોતાની ફરજ ઉપર વફાદારીથી ફરજ નિભાવી તેમજ ખાખીનું માન અને મર્યાદા જાળવવી તમને સોંપવામાં આવેલું કામ વફાદારી પૂર્વક નિભાવવું, તો પોલીસ કોન્સ્ટેબલના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ થાય તે માટે જરૂરી ફાઈલ તૈયાર કરી મોકલી આપવી. જિલ્લા કક્ષાએ મેળવેલી તાલીમનું ફરી પુનરાવર્તન કરવું આધુનિક ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવો, જેટલા તમે ટેકનોલોજીથી દૂર જશો તેટલી તમારે તકલીફોનો સામનો કરવો પડશે તેમજ નોકરી દરમિયાન કોઈપણ કાર્ય ખંત થી કરો, પોતાના દરેક કામને અગત્યતા આપો, મને કોણ જોવા આવશે અથવા તો મને કોણ ચેક કરશે તેવો ભાવ મગજમાં રાખશો નહીં.

અરજદારો સાથે તાલમેલ રાખીને તેને સાંભળો અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય કરો. જેથી કરીને લોકો ખાખી પર વિશ્વાસ રાખે, ખાખીનું માન મર્યાદા જાળવો તેવા પ્રજાના પ્રશ્નોને સાંભળવા માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો.

ફતેપુરા નગરના લોકો ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા નગરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ન બને તેમ જ લોકો સાથે સુમેળ ભર્યું વાતાવરણ રહે નગરમાં શાંતિ રહે તે હેતુથી લોક ભાગીદારી વડે ફતેપુરા નગરના અલગ અલગ વિસ્તારોમાં સી.સી.ટી.વી કેમેરા મુકવા માટે હાકલ કરી હતી. ફતેપુરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદે આવેલો તાલુકો છે ત્યારે ફતેપુરા તાલુકામાં રાજ્ય બહારના લોકો ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તે માટે તાલુકાના જોડતી બોર્ડર ઉપર સઘન તપાસ કરી બેરીકેટ મુકવા સી.સી.ટીવી કેમેરા મુકવા તેમજ પોલીસ પોઈન્ટ મૂકવા માટે સૂચનો કર્યા હતા. ફતેપુરા તાલુકામાં ટુ વ્હીલર અને ફોરવીલર મર્યાદા કરતા વધુ લોકોને બેસાડીને મુસાફરી કરાવતા વાહનો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી તેમ જ ફતેપુરા નગરમાં ટ્રાફિકને લઈને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે તો નગરમાં ઓછામાં ઓછું ટ્રાફિક થાય તે માટે વેપારીઓ દ્વારા તેમનું વાહન યોગ્ય રીતે પાર્ક કરવું તેમજ તેમનો માલ સામાન દબાણ ન થાય રસ્તા પર ન આવી જાય તેવી રીતે બહાર કાઢવો અને જરૂર જણાય તો ફતેપુરા નગરના બાયપાસ રોડ નો વધુમાં વધુ ઉપયોગ કરવો તેવું જણાવ્યું હતું તદ ઉપરાંત ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણા ડી.વાય.એસ.પી પટેલ CPI રાઠવા, સુખસર પી.એસ.આઇ ચૌધરી ફતેપુરા ગ્રામ પંચાયતના માજી સરપંચ કચરુભાઈ પ્રજાપતિ, સામાજિક કાર્યક્રર સલીમભાઈ સાઠીયા, કપીલ નહાર તેમજ આજુબાજુ વિસ્તારના ગ્રામ પંચાયતના સરપંચો તેમજ ગ્રામજનો ને પણ આમંત્રિત કર્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments