Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના લોકડાઉન-૪ના પરિપાલન અંગે સ્પષ્ટ નિર્દેશ :...

દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના લોકડાઉન-૪ના પરિપાલન અંગે સ્પષ્ટ નિર્દેશ : દાહોદમાં રાત્રે ઘરની બહાર નીકળશો તો સવાર પોલીસ સ્ટેશનમાં પડશે

  • સમગ્ર દાહોદ જિલ્લામાં સાંજે ૦૭:૦૦ કલાકથી સવારના ૦૭:૦૦ કલાક સુધી સંચારબંધીનો કડક અમલ કરાવાશે.
  • વેપારીઓ સ્વયંશિસ્ત દાખવી સામાજિક અંતર અને સેનિટાઇટેશનના નિયમોનું પાલન કરી સલામતી સાથે વેપાર કરે.
  • બાઇક ઉપર બિનજરૂરી રીતે ડબલ સવારી નિકળનારા સામે પણ કાર્યવાહી કરાશે, નાગરિકો પોલીસને સહકાર આપે.
દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે લોકડાઉનના ચોથા તબક્કાના પરિપાલન અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, સમગ્ર દાહોદ જિલ્લામાં સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી સંચારબંધી એટલે કે, કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવશે. માત્ર મેડિકલ ઇમર્જન્સી અને જીવનજરૂરી બાબતોને આ આ સંચારબંધીમાંથી મુક્તિ મળશે. ગઇ કાલ તા.૧૮/૦૫/૨૦૨૦ ને સોમવારે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન-૪માં હળવા કરેલા નિયંત્રણો સાથે કેટલીક માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. તે બાબતનો ઉલ્લેખ કરતા જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે કહ્યું કે, અત્યાર સુધીના લોકડાઉનના ત્રણેય તબક્કામાં નાગરિકોનો સહયોગ મળ્યો છે. તે દાહોદની જનતાનો હું સમગ્ર પોલીસ તંત્ર વતી આભાર માનું છે. હવે, જ્યારે સરકાર દ્વારા લોકડાઉન હળવું કરી જરૂરી નિયમો સાથે વેપાર-વાણિજ્યની પ્રવૃત્તિ શરૂ કરવા મંજૂરી આપી છે, ત્યારે વેપારીઓ સ્વયંશિસ્ત રાખી વેપાર કરે એ જરૂરી છે. તેમણે S.M.S. એટલે કે, સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન ઉપર ભાર મુકતા કહ્યું કે હવે S.M.S. ને આપણે આપણા જીવનનો ભાગ બનાવી લેવો પડશે. ધંધા કે વ્યવસાયના સ્થળે બિનજરૂરી ભીડ ન થાય એ પણ જોવાનું રહેશે. વેપારીઓએ સામાજિક અંતરનું પાલન કરાવવાનું રહેશે. વ્યવસાયના સ્થળે સેનિટાઇઝેશનની વ્યવસ્થા ખાસ કરાવવાની રહેશે. કોરોના વાયરસ સાથે આપણે જીવન જીવતા શીખી જવું પડશે. તેની સામે સાવચેતી એ જ સલામતી છે. સલામતી સાથે વેપારિક પ્રવૃત્તિ થાય એ સૌના હિતમાં છે.
વધુમાં તેમણે કહ્યું કે, દાહોદમાં બિનજરૂરી રીત ડબલ સવારીમાં નીકળતા બાઇક ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ રીતે રાજ્ય સરકાર દ્વારા ફોર-વ્હિલ વાહનોમાં ડ્રાઇવર સહિત માત્ર ત્રણ વ્યક્તિ જ મુસાફરી કરી શકે છે. આ નિયમોનો ભંગ કરનારી વ્યક્તિ સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. S.P. હિતેશ જોયસરે ફરી અપીલ કરતા જણાવ્યું કે, બહારના જિલ્લા કે રાજ્યમાંથી આવતી વ્યક્તિએ પોતાના આગમનની જાણ કરવી ફરજિયાત છે. આવા વ્યક્તિ સામેથી આરોગ્ય તંત્ર કે પોલીસનો સંપર્ક કરે. બહારના વ્યક્તિના આગમન બાબતે કોઇ પણ નાગરિક જાણ કરી શકે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments