THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ગત તા.૨૯/૦૯/૨૦૨૧ ના રોજ દાહોદ જીલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તાર ના પંચેલા ગામમાં રહેતા ભરતભાઈ રણછોડભાઈ ભરવાડના ઘરમાં રાત્રીના ૦૨:૪૫ વાગે અજાણ્યા ઇસમો બુકાનીધારીઓ હાથમા લાકડી, પાઇપ અને કોસ જેવા હથિયારો સાથે આવી ઘરનાં સભ્યોને બાનમાં લઇ ઇજાઓ કરી દિલધડક ધાડને અંજામ આપેલ જેમા સોના – ચાંદીના દાગીના, ઘડિયાળ, મોબાઇલ અને રોકડ રકમ મળી મળી કુલ રૂ.૩૧,૬૨,૦૦૦/- ની ધાડ તા.૩૦/૦૯/૨૦૨૧ ના રોજ IPC કલમ ૩૯૫, ૩૯૭, ૪૧૨, ૧૨૦બી મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર અને દાહોદ જીલ્લાના અન્ય સીનિયર અધિકારીઓ તેમજ જીલ્લા LCB અને SOG ની ટીમોને પર્સનલ પોલીસ અધિક્ષક દ્વારા મોનીટરીંગ કરેલ જે અનુસંધાને ગણતરીના બાર થી ચૌદ દિવસોમાં જ જીલ્લા LCBએ આરોપીઓ (૧) જવસિંગ ધારકા પલાસ, (૨) દિલીપ રૂપલા બારીયા, (૩) નિકેશ જવસિંગ પલાસ તમામ રહે દાહોદ જીલ્લાની ધરપકડ કરેલ અને તેમની તપાસમા અન્ય આરોપીઓ (૪) શકરીયો ભુરજી મોહનીયા, (૫) ભરતભાઈ મોતીલાલ પંચાલ, (૬) હેમરાજ ધારકા પલાસ, (૭) નરેશ મસુલ મિનામા, (૮) શિવરાજ ધારકા પલાસ, (૯) ઇનેશ બાલુ પરમાર, (૧૦) મુકેશ ઉર્ફે માજુ વરસિગ પરમાર, (૧૧) સોબાન નવરિયા ભાભોર, (૧૨) મુકેશ ભારત પરમાર, (૧૩) પંકજ નટવરસિહ પરમાર, (૧૪) રમેશ વરસિગ પરમાર અને (૧૫) બળવંત કાળુ બજાણીયા નાઓએ ગુનાને અંજામ આપેલનુ ફલિત થયેલ.
આ આરોપીઓ દ્વારા *ખજૂરીયા ગેન્ગ* નામક એક ગેન્ગ ઓપરેટ કરીને આરોપીઓ દ્વારા આવા જ ગંભીર પ્રકાર ના અસંખ્ય ગુનાઓ આચરેલ હોવાનુ જણાતા જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક આ આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલ ગુનાઓ ની વિગત એકત્ર કરતા કુલ – ૩૫ જેટલા ગુનાઓ આ આરોપીઓ આચરેલ હોવાથી ગુજસીટોક ના કાયદા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામા આવેલ જેમા ગુજસીટોક ની કલમ- ૩(૧) ની પેટા કલમ (૨) તથા ૩(૨) તથા ૩(૩) તથા ૩(૪) તથા ૨(૧) ની પેટા કલમ ક(૧) અને ક(૨) મુજબ ની કલમ નો ઉમેરો કરવામા આવતા તપાસ નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા નાઓને સોપેલ અને વધુ તપાસ કરતા આ આરોપીઓએ છેલ્લા દસ વર્ષમા કુલ – ૫૦ જેટલા લૂંટ, ધાડ અને ઘરફોડ તેમજ મારામારીના ગંભીર ગુનાઓ આચરેલાનુ ફલિત થયેલ છે.
આ ગુના ના કામે અત્યાર સુધી કુલ – ૧૫ આરોપીઓ પૈકી કુલ – ૧૩ આરોપીઓની ધરપકડ કરવામા આવેલ છે. જે આરોપીઓ પાસેથી અત્યાર સુધી સોનાની રણી ૨૫૦ ગ્રામ તથા 32 ગ્રામ સોનાની રણી મળી કિંમત રૂ. ૧૩,૮૪,૯૦૦/-નુ સોનુ તેમજ રોકડ રૂ.૪,૪૨,૨૮૨/- તથા મોબાઇલ અને અન્ય મુદ્દામાલ કુલ રૂ.૧૮,૭૨,૧૮૨/- નો રીકવર કરવામા આવેલ છે.
જે પૈકી ફરીયાદી દ્વારા ૨૫૦ ગ્રામ ની સોનાની રણી અને રોકડ રૂ.૪,૪૨,૨૮૨/-ની માંગણી માટે નામદાર કોર્ટ મા અરજી કરાવીને નામદાર કોર્ટ માં પોલીસ દ્વારા પોઝીટીવ અભિપ્રાય આપી ફરીયાદીને મુદ્દામાલ અપાવવા હુકમ કરાવી આજે તા.૨૬/૦૩/૨૦૨૨ ના રોજ પોલીસ અધિક્ષક દાહોદ દ્વારા ફરીયાદી ને કુલ રૂ.૧૬,૬૭,૨૮૨/- નો મુદ્દામાલ પરત આપેલ હતો, અને તે સિવાય નો મુદ્દામાલ કોર્ટમાથી મેળવવા માટે ફરીયાદી ને સમજ કરેલ છે.
આ કામે અત્યાર સુધી પકડાયેલ આરોપીઓ કુલ-૧૩ વિરૂદ્ધ પુરતા પુરાવાઓ મળતા સરકારમાં કેસ પ્રોસીક્યુશનની મંજુરી માંગવાની પ્રોસેસ કરતાં સરકાર દ્વારા મંજુરી આપતા નામદાર પ્રિન્સીપલ સેશન્સ જજ વડોદરા ની ગુજસીટોક ની સ્પેશિયલ કોર્ટ મા ચાર્જસીટ પણ કરી દેવામા આવેલ છે.