Wednesday, January 1, 2025
Google search engine
HomeOur Government - આપણી સરકારદાહોદ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ

દાહોદ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ

logo-newstok-272-150x53(1)Editorial Desk – Dahod

દાહોદ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી એમ.એ.ગાંધીના અધ્યક્ષ સ્થાને  કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે  યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે પ્રવાસન સમિતિમાં નિયત થયેલા પ્રવાસન સ્થળો માટે ફાળવેલ ગ્રાંટ પ્રમાણે યાત્રાળુ લોકોની જરૂરિયાત પ્રમાણેના કામો ભવિષ્યને ધ્યાને લઇને કરવાના રહેશે. તે માટે સંલગ્ન અધિકારીઓ, ટ્રસ્ટ્રીઓ અને ગામ આગેવાનોની ટીમે સ્થળ ચકાસણી કરવી
બેઠકમાં ઘુઘરદેવ મહાદેવ મંદિર ચાકલીયા, તા. ઝાલોદ, કાનગ્રા મહાદેવ મંદિર, ભીચોર તા. ફતેપુરા, ભમરેચી માતા મંદિર, રંધીકપુર, ઝલાઇ માતા મંદિર, ઝાલોદ, તથા લખેશ્વરી માતા મંદિર, જાલત,તા. દાહોદ, બાબા ધોડાઝા, તા. ગરબાડા વગેરે સ્થળો સાથે ફાળવેલ ગ્રાંટ પ્રમાણે હાલની સ્થિતિ વિશે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સતિષ પટેલ, નિવાસી અધિક કલેકટર કે. જે. બોર્ડર, કાર્યપાલક ઇજનેર (મા.મ.) સ્ટેટ મનોજ શેઠ, કાર્યપાલક ઇજનેર (મા મ) જિલ્લા પંચાયત ભોઇ, વન વિભાગના અધિકારી પરમાર, ટ્રસ્ટીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments