દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા દાહોદની ગાલાલિયાવાડ પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી. ગલાલિયાવાડ પ્રા. શાળાનું કેમ્પસ જોઈ તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. શાળામાં ચાલતા કોવીડ રૂમ, શાળાનું મેદાન, શાળામાં ઉગાડેલ વૃક્ષ તથા શાળાના વાતાવરણ થી તેઓ પ્રભાવિત થયાં હતા. શાળાના મેદાનમાં રમતા બાળકોને બોલાવી તેઓએ બિસ્કિટ આપ્યા. તથા ભણતર વિશે પૂછ્યું તથા શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવા આચાર્યને જણાવ્યું હતું. શાળામાં સમગ્ર આયોજન પી.પી.ઈ. કીટ દ્વારા કરવામાં આવે છે તથા શાળાનું સમગ્ર આયોજન જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. DPEO મયુર પારેખ દ્વારા શાળામાં ખૂટતી ભૌતિક સુવિધા આપવામાં સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી તરીકે આવ્યા બાદ દાહોદ જિલ્લામાં શિક્ષણ માં પ્રગતિ થાય તે માટે હંમેશા તેઓ અગ્રસીવ રહ્યા છે. સી.આર.સી., બી આર.સી. સહીતને દરરોજ નિતનવી પ્રવૃત્તિ, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. શિક્ષકોના પડતર વહીવટી પ્રશ્નો પણ ઝડપથી પૂર્ણ કરી રહ્યા છે. આવનાર સમય માં આવા અધિકારીના માર્ગદર્શન અને પ્રેરણા થી દાહોદ જિલ્લા માં શિક્ષણને ઉંચુ જતા કોઈ રોકી શકે નહિ જે નિશ્ચિત છે.
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ગાલાલિયાવાડ પ્રાથમિક શાળાની મુલાકાત
RELATED ARTICLES