દાહોદ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણએ દેવગઢ બારીયાના ગુણા ગામની મુલાકાત લેવામાં આવી જેમાં ગુણા બારીયા અને ગુણા ગુણીયા કેન્દ્રની મુલાકાત લીધી તેમજ આંગણવાડી કેન્દ્રની ચકાસણી કરવામાં આવી.
જેમાં આવેલ (એચ.સી.એમ સ્ટોક, THR સ્ટોક) ની ચકાસણી કરવામાં આવી. બાળકો દ્વારા કરવામાં આવેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણની ચકાસણી કરવામાં આવી. તે ઉપરાંત કામગીરીમાં ક્ષતિ જણાય આવતા આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકાને કારણ દર્શક નોટિસ આપી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી.
દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા દેવગઢ બારિયાના ગુણાં ગામની આંગણવાડી કેન્દ્રની લીધી મુલાકાત
RELATED ARTICLES