THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૧/૦૪/૨૦૨૧ થી તા.૧૪/૦૪/૨૦૨૧ ના ૪ દિવસ ટીકા મહોત્સવનું આયોજન કરેલ છે. તેના ભાગરૂપે દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ કોવિડ રસીકરણના જિલ્લાના સહ ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ સોનીએ પરિવાર સાથે લીમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે તા.૧૨/૦૪/૨૦૨૧ ને સોમવારના રોજ કોરોના વેકસિન મુકાવી અને પ્રજાજનોને પણ વેકસિન મુકાવવા માટે અપીલ કરી હતી.