હાલમાં ભાજપ દ્વારા બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન કેન્દ્રના નિર્દેશ અનુસાર બંધારણ ગૌરવ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત આજે તા.૨૨/૦૧/૨૦૨૫ ને બુધવારના રોજ દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારના અધ્યક્ષ સ્થાને તથા પ્રદેશ આર્થિક સેલ કન્વીનર પ્રેરક શાહની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.
જેમાં પ્રદેશ આર્થિક સેલના કન્વીનર પ્રેરક શાહ એ જણાવ્યું હતું કે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે કોંગ્રેસનાં રાહુલ ગાંધી જે લાલ ડાયરી બતાવીને ભારતની જનતાને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે કોંગ્રેસ દ્વારા બાબાસાહેબ માટે આઝાદી પહેલા પણ ધૃણા હશે કે 1932 જ્યારે બાબા સાહેબ લંડન માં ગોળમેજી પરિષદમાં જવાના હતા એના પહેલા અમદાવાદ આવ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓએ કાળા વાવટા ફરકાવ્યા હતા. પંડિત જવાહરલાલ નેહરુ બાબાસાહેબ તરફ કેટલો રોષ હશે કે 1955માં તેઓએ સ્વયમને ભારત રત્ન એવોર્ડ થી નવાજ્યા હતા જ્યારે ઇન્દિરા ગાંધી એ પણ પોતે પોતાને ભારતરત્ન આપ્યો હતો. જ્યારે બાબા સાહેબ ને એમના મરણોપરાંત 34 વર્ષ પછી ભારત રત્ન આપવામાં આવ્યો હતો, જ્યારે બંધારણ સભામાં બાબા સાહેબ ન આવે એ માટે ષડયંત્ર કરવામાં કોંગ્રેસ કાઈ બાકી રાખ્યું જ ન હતું. આંબેડકરના જીવન દર્શાવતા જે પાંચ મહાન કર્યો છે જેમાં તેઓની જન્મભૂમિ, એમને જે શિક્ષણ મેળવ્યું પછી તેઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો જેવા મહાન કાર્યો ને યાદ કરી આજ રોજ પ્રબોદ્ધ નાગરિક સંમેલન ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદારો તથા વિવિધ મોરચા, જિલ્લા મોરચાના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, મંડળ પ્રભારી, જિલ્લા અનુસૂચિત જાતિના મોરચાના હોદ્દેદારો જિલ્લા પ્રબુદ્ધ નાગરિક સેલ, આર્થિક સેલ, શિક્ષણ પ્રશિક્ષણ, રમત ગમત સેલ, સંયોજક, સહસંયોજક, જિલ્લા આઈ ટી સેલ, સોશિયલ મીડિયા, મીડિયા ના સંયોજક, સહસંયોજક ઉપસ્થિત રહ્યા હતા.