THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા ભાજપ દ્વારા અલ્પકાલીન વિસ્તારક દાહોદ અને ગરબાડા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં દાહોદ જિલ્લાની બે વિધાનસભા ૧૩૨ દાહોદ અને ૧૩૩ ગરબાડા માટે આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ મંત્રી કૈલાશબેન, જવાહરભાઈ ત્રિવેદીનું તથા અન્ય મંચસ્ત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી કનૈયા કિશોરી, દાહોદ મહામંત્રી ભરતસિંહ સોલંકી, દાહોદ જિલ્લા મીડિયા સેલ સહ કન્વીનર નેહલ શાહ, દાહોદ શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત દેસાઈ, નગર સેવા સદનના પ્રમુખ રીનાબેન પંચાલ, પક્ષના નેતા રાજેશ સહેતાઈ, મહિલા મોરચાના મેઘાબેન પંચાલ, જયદીપ રાઠોડ મહામંત્રી એસ.ટી. સેલ ગુજરાત પ્રદેશ, ખજાનચી વિક્રમ ભણસાલી, અર્પિલ શાહ, મુકેશ ખચ્ચર તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા માજી ભાજપ પ્રમુખ જવાહરભાઇએ વિસ્તારક એટલે શું ? તેમને આ પ્રશ્ન કરી અને પોતેજ જવાબ આપતા કહ્યું હતું કે આપણે સરકારની જે કામગીરી હોય કે યોજનાઓ હોય તેને આપણે છેવાડાના મતદાર સુધી પહોંચાડવાની અને તે સરકારને અને તેના કર્યોને જાણે સમજે અને પછી આપણી સાથે જોડાય અને આપણી પાર્ટીનો વ્યાપ વધે, આ કાર્ય જે થાય તેને વિસ્તરકની ભૂમિકા કહેવાય. પાર્ટીના શક્તિ કેન્દ્રમાં વિસ્તારક તરીકે જશે તેમને આ વખતે ત્રણ દિવસમાં માત્ર છ બુથનું કામ પૂર્ણ કરવાનું છે. જે સહજ પણે આપણે કરી શકીએ છીએ. આ છ બુથો ઉપર જે કંઈ તકલીફ હોય સમસ્યા હોય અને કોઈક કાર્યકર્તા આગેવાનો ને મનદુઃખ હોય તેવા તમામ મામલાઓનું નિરાકરણ કરવાનું કામ આપણે વિસ્તરકનું છે અને આવી કામગીરી કરી આપણે વધુ ને વધુ મતદારોને આપણી મુખ્યધારામાં જોડવાનું કામ કરવાનું છે.