Friday, January 3, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદદાહોદ જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓ સાથે લીમડી ગામે હનુમાન ટેકરી ઉપર યોજાઈ...

દાહોદ જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓ સાથે લીમડી ગામે હનુમાન ટેકરી ઉપર યોજાઈ ટિફિન બેઠક, મોટી સંખ્યામાં કાર્યકર્તા ટિફિન લઈને રહ્યા ઉપસ્થિત

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને લીમડી ગામે હનુમાન ટેકરી ઉપર હનુમાનજીના મંદિરે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, અને બેઠક લીમડીના વેપારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સાંસદ જસવંતસિંહ ભાભોરએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારએ ઝાલોદ તાલુકામાં કરોડો રૂપિયાની યોજનાઓ આપી છે અને તેનું વિગતવાર વિવરણ આપ્યું હતું અને 9 વર્ષની મોદી સરકારની ઉપલબ્ધિઓની જાણકારી આપી હતી. આ ટિફિન બેઠકમાં બધા કાર્યકર્તાઓ પોતાના ઘરેથી લાવેલા ટિફિનમાંથી સાથે બેસીને દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરએ ભોજન કર્યું હતું. આનાથી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. આ ટિફિન બેઠકમાં લીમડી ધારાસભ્ય મહેશ ભુરીયા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર, મહામંત્રી નરેન્દ્ર સોની, લલિત ભુરીયા, ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પરમાર, મહામંત્રી કાળુભાઇ નીસરતા, સુરેશભાઈ, રમસુભાઈ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments