Wednesday, January 8, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ટીમે રેલ્વે વર્કશોપની મુલાકાત લઇ વિસ્તૃત જાણકારી...

દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ટીમે રેલ્વે વર્કશોપની મુલાકાત લઇ વિસ્તૃત જાણકારી મેળવી

  • દાહોદ રેલ્વે વર્કશોપમાં ૨૦ હજાર કરોડની યોજના બદલ જિલ્લા ભાજપ આભાર દર્શન માટે ઝુંબેશ ચલાવશે.
  • યોજનામાં જો કોઇ ખૂટતી કડી હશે તો સરકારને જાણ કરાશે. – શંકરભાઇ આમલીયાર

દાહોદમાં ગત ૨૦ એપ્રિલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આદિવાસી મહાસંમેલનમાં આવ્યા હતા. તેઓએ દાહોદની રેલ્વે વર્કશોપ માટે રૂપિયા ૨૦,૦૦૦ કરોડની યોજના જાહેર કરી હતી, ત્યારે તેનાથી રોજગારીની તકોનું સર્જન થશે. તેવા સમયે જિલ્લા ભાજપ પ્રમુખે રેલ્વે વર્કશોપની મુલાકાત લઇને તેની વિસ્તૃત માહિતી મેળવી હતી. આટલા મોટા કદની યોજનાની પ્રારંભિક શરુઆત થતાં તેની મહત્તા સમજાય તેના માટે એક ઝુંબેશ શરુ કરવાનુ આયોજન પણ કરાયુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે સંઘ પ્રચારક હતા ત્યારે દાહોદ જિલ્લાનો ગ્રામ્ય અને શહેરી વિસ્તાર તેમના માટે કર્મભુમિ હતો. જિલ્લાના ગામડે ગામડે તેઓએ ભ્રમણ કરેલુ છે અને ઘણે ઠેકાણે તેમણે રાતવાસો પણ કરેલો હતો. કેટલાયે લોકોને તેઓ નામ જોગ આળખે છે અને જ્યારે તેઓ મુખ્યમંત્રી તરીકે દાહોદ આવતા ત્યારે યાદ પણ કરતા હોય છે. પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેમની દાહોદ મુલાકાત ટાંણે પણ તેમણે ખુંદેલા વિસ્તારોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ જ્યારે દાહોદના કોઇ પણ મંચ પરથી ઉદ્દબોધન કરતા હોય ત્યારે તેમના મુખેથી એક પણ વખત પરેલ વિસરાયુ નથી. જેથી તેઓ ૨૦૧૪ થી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી તેમણે દાહોદની પરેલ સ્થિત લોકો વર્કશોપનું વિશેષ ધ્યાન રાખ્યુ છે. તેમના પ્રથમ કાર્યકાળમાં પણ તેમણે રેલ્વે વર્કશોપના વિસ્તરણ કર્યુ હતુ. જેથી આ વર્કશોપ અદ્યતન બની છે. તેવા સમયે ગત ૨૦ એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિવાસી મહાસંમેલન માટે દાહોદ આવ્યા હતા. તે વેળાએ તેમણે ૨૦,૦૦૦ કરોડ રુપિયાની મોટા કદની યોજના દાહોદને ભેટ કરી હતી. જે દાહોદ શહેર જિલ્લા અને સમગ્ર વિસ્તાર માટે મહત્વનુ એટલા માટે બની રહે છે કે દાહોદના સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ હતુ કે હવે દાહોદ વડોદરાની હરિફાઇ કરી રહ્યુ છે. ત્યારે તે જ વડોદરા અને તેની આસપાસના તમામ વિસ્તારોને મળીને તેઓએ ૨૧,૦૦૦ કરોડના કામોની ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યા હતા. ત્યારે એક તરણ આટલું મોટું મહાનગર અને તેમને ભુતકાળનો સંસદીય મત વિસ્તારમાં જેટલી રકમ ફાળવી તેટલી જ રકમ એક માત્ર રેલ્વે વર્કશોપ માટે ફાળવી છે તે સ્વાભાવિક રીતે જ નોંધનીય છે. તેને કારણે જ આજે તા.૨૨/૦૬/૨૦૨૨ ને બુધવારના રોજ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર, મહામંત્રી કનૈયાલાલ કિશોરી, નરેન્દ્રભાઇ સોની, દાહોદ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, અર્પીલ શાહ સહિત શહેર સંગઠનની ટીમે વર્કશોપની મુલાકાત લીધી હતી. જેમાં સંગઠન પ્રમુખે રેલ્વે અધિકારીઓ પાસેથી વિસ્તૃત વિગતો મેળવી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પહેલાં પણ વિવિધ સંગઠનોએ પત્ર પાઠવી આભાર દર્શન કર્યુ હતુ પરંતુ હવે યોજનાની ગાડી પાટે ચઢતા લોકો સમક્ષ તેની વિશેષ માહિતી આપવામાં આવશે અને દાહોદ રેલ્વે વર્કશોપ તેમજ રેલ્વે સંગઠનો દ્વારા એક ઝુંબેશ સ્વરુપે પ્રધાનમંત્રીનો આભાર દર્શન કરવામાં આવશે.

દાહોદ રેલ્વે વર્કશોપમાં પ્રધાનમંત્રીએ રૂપિયા ૨૦,૦૦૦ કરોડ ની યોજનાની અત્યંત મોટા કદની યોજનાની ભેટ આપી છે. તેની હવે પ્રાથમિક શરુઆત થઇ છે ત્યારે સંગઠનના પ્રમુખ તરીકે નૈતિક ફરજ છે, કે જેની માહિતી મેળવી માધ્યમ બની લોકો સુધી પહોંચે તે જ પ્રધાનમંત્રી પ્રત્યેનું સાચું આભાર દર્શન છે. તેના માટે દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર એક ઝુંબેશનો પણ આરંભ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments