દાહોદ જિલ્લાના મહામંત્રી નરેન્દ્ર ભાઇ સોની તેમજ કનૈયા ભાઈએ આજે વરસતા ધોધમાર વરસાદમાં વિસ્તારક તરીકે છોટાઉદેપુર વોર્ડ 6 અને 7ના બુથોમાં “આદિવાસી ગૌરવ અભિયાન”ના અનુસંધાને શક્તિ કેન્દ્રના આગેવાનો,સખી મંડળની બહેનો, કાઉન્સિલર સાથે મળી વિસ્તારની વાતો જાણી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે લાગુ કરવામાં આવેલ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કર્યા.
દેશના સર્વોચ્ચ બંધારણીય સ્થાન રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે આદિવાસી સમાજના મહિલા દ્રૌપદી મુર્મુજીને ભાજપ દ્વારા નામાંકન કરાવ્યું તે અંગે ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાને આભાર માટે પોસ્ટકાર્ડ લખવાના અભિયાનની વણકરવાસમાં અને રોહિતવાસ માં શરૂઆત કરાવી, ઘરે ઘરે પત્રિકા આપી લોક સંપર્ક કરી ચર્ચા કરી, રોહિતવાસમાં ભોજન કર્યું.