Q THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ APMC હોલ ખાતે આજે તા.૦૬/૦૬/૨૦૨૨ ને સોમવારના રોજ દાહોદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયારના અધ્યક્ષ સ્થાને સાંજે 4.00 કલાકે મોદી સરકારના આઠ વર્ષના પૂર્ણ થતા સરકારના સુશાસનની વિવિધ યોજનાઓની હાંસલ કરેલ સિદ્ધિઓના ઉપલક્ષમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, સાંસદ જસવંતસિંહ ભાભોર, મહામંત્રી કનૈયાભાઈ કિશોરી, માજી જિલ્લા પ્રમુખ સુધીર લાલપુરવાલા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની એક પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે 2014 પહેલા આપણે ભ્રષ્ટાચાર, ગોટાળા અને ગેરવહીવટ અને ગરીબોને પોતાના લાભો માત્ર કાગળ ઉપર પ્રાપ્ત થતાં હતા. જ્યારે હાલમાં લોકોના ખાતામાં સીધી સહાય પહોચે છે. મોટી બીમારી માટે લોકોને કોઈ પણ ગરીબ વ્યક્તિને હાથ કોઈની પાસે લંબાવો ના પડે તે માટે આયુષમાન જેવી ખૂબ ઉપયોગી યોજના, સૌચાલય વગેરે યોજનાઓનો લાભ આપણે લઈ છીએ. જ્યારે દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરએ કેન્દ્રની સરકાર દ્વારા થયેલ કામોમાં ની યાદ અપાવી હતી અને વિવિધ યોજનાઓમાં જેવી કે સ્માર્ટ સિટી દાહોદ માટે કરોડો રૂપિયા એક માત્ર નગર પાલિકા, પરેલ રેલ્વે કારખાનામાં હજારો કરોડના ખર્ચે લોકો વર્કશોપ એન્જિન માટે, મનરેગા હેઠળ 181 કરોડ, પ્રધાન મંત્રી આવાસ યોજના 674 કરોડ, જનની સુરક્ષા માટે 53 કરોડ, 365 કરોડ ગરીબ અન્ન યોજના અંતર્ગત, 219 કરોડ નલ સે જલ યોજના આવી યોજનાઓ મળી કુલ 28678.91 કરોડ રૂપિયાની યોજનાઓ નો લાભ લોકોને મળ્યો હોવાનું જણાવ્યું હતું. આ તમામ યોજનાઓ માટે આપણે મોદી સાહેબનો આભાર માન્ય છીએ અને આઠ વર્ષના સુશાસનની સિદ્ધિઓ ગણાવી દાહોદના પત્રકારોનો આભાર માન્યો હતો. અને ત્યાર પછી પત્રકારોના સાથે પ્રશ્નોત્તરી કરી તમામ સવાલોના જવાબ આપી જે પ્રશ્નો હતા તેને હલ કરવાની બાહેધરી આપી હતી.