THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને રેડિયો આવાજ 90.8 એફ.એમદાહોદ ના સંયુક્ત ઉપક્રમે ધોરણ દસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરિણામ સુધારણા અંતર્ગત રેડિયો પર શિક્ષણ આપવાનું સર્જનાત્મક અભિગમ અપનાવવામાં આવેલ છે આ પહેલ સમગ્ર રાજ્યમાં પ્રથમ દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ દ્વારા કરવામાં આવેલ છે વિજ્ઞાન મંડળના મંત્રી કમલેશ લીંબાચીયાના સંકલન અને આયોજન હેઠળ દરરોજના બે વિષયના અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેની સાથે સાથે ગમ્મત સાથે જ્ઞાન R.J. હર્ષ ભટારીયા દ્વારા પ્રસ્તૃત કરવામાં આવશે. સવારે 9.30 કલાકે અને સાંજે 6.30 કલાકે જુદા જુદા વિષયનું શિક્ષણ તેમજ માર્ગ દર્શન આપવામાં આવશે.
THIS NEWS POWERED BY –– PHONE WALE
આ સર્જનાત્મક અભિગમનો શુભારંભ દાહોદ જિલ્લાના શિક્ષણ અધિકારી ડી.બી.પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મનોજભાઇ વ્યાસ તેમજ બ્લાઇન્ડ વેલ્ફર કાઉન્સીલના વી.એમ. પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળના ઉપપ્રમુખ બી.એન. દુબે અને આર.એસ. દુબે પણ હાજર રહ્યા હતા. તેમજ સાયન્સ, સામાજિક વિજ્ઞાન ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી વિષયના નિષ્ણાત શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા