દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોનો અંગે નિરાકરણ ન આવતાં આંદોલનના બીજા તબક્કામાં તા.૦૭/૦૮/૨૦૨૧ ને શનિવાર ના રોજ કાળી પટ્ટી ધારણ કરીને ધરણાંનો નિર્ણય લેવાયો હતો. તેમાં ફતેપુરા તાલુકા માધ્યમિક શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ મંત્રી હિતેશકુમાર પારગી, ફતેપુરા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ બી.આઈ. પટેલ અને મહામંત્રી વિમલભાઈ પારેખ તેમજ કારોબારી સમિતિના સભ્યો અને શિક્ષકગણ જોડાયાં હતાં
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના નેજા હેઠળ આખા રાજ્યમાં પડતર પ્રશ્નોનો અંગે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ પણ મહામંડળના નિર્ણય ને ટેકો આપવા સ્થાનિક સ્તેરે વિરોધ પ્રદર્શનનો સુર રેલાવ્યો હતો.
દાહોદ જિલ્લા મા. અને ઉ. મા. શિક્ષક સંઘ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી વિદ્યાર્થીઓને ભણાવ્યાં
RELATED ARTICLES