Thursday, January 23, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે પાંચ ઇસમો...

દાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે પાંચ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધતી ગરબાડા પોલીસ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે  મામલતદાર સહિત પોલીસની ટીમ ત્રાટકી : વગર પરમિશને આવા માહોલમાં મકાનના વાસ્તા પૂજનના કાર્યક્રમ યોજી જાહેરનામનો ભંગ કરવા બદલ પ વ્યક્તિઓ પર ગુન્હો નોંધતી ગરબાડા પોલીસ.

હાલમાં કોરોના વાયરસની વૈશ્વિક સમસ્યા ચાલી રહી છે, ત્યારે ભારત સરકારે કોરોના વાયરસ અંગે સાવચેતી માટે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે. ગુજરાત સરકારે પણ સાવચેતીના ભાગરૂપે અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. ત્યારે દાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટે પણ દાહોદ જિલ્લામાં કલમ ૧૪૪ નું જાહેરનામું બહાર પાડેલ છે. તેમ છતાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે એક ઇસમે વગર પરવાનગી એ તેના મકાનનું વાસ્તુ પૂજન રાખી માણસો ભેગા કરી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ દાહોદનાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોઈ જેથી ગરબાડા પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ દાહોદના ઓના જાહેરનામાનો ભંગ કારનાર પાંચ ઇસમો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી ચાર ઇસમોની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર આજે તા.૨૬/૦૩/૨૦૨૦ ને ગુરુવારના રોજ ગરબાડા P.S.I. પી.કે.જાદવ સ્ટાફના માણસો સાથે ગરબાડા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મામલતદાર ગરબાડાએ ગરબાડા P.S.I. પી.કે.જાદવને મોબાઈલ ફોનથી જાણ કરી હતી કે ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે તોરણ ફળિયામાં રહેતા વિરાભાઈ રાયચંદભાઈ જાતે ભુરીયાએ તેઓના ઘર આગળ ખુલી જગ્યામાં તેઓએ તથા તેમના ભાઈ રમણભાઈ રાયચંદ ભુરીયાએ મંડપ બાંધેલ છે અને હર્ષદભાઈ મડુભાઈ રાઠોડ તથા પુનમચંદ માનસિંહ રાઠોડ જમવાનું બનાવવાના સાધનો સાથે સ્થળ ઉપર આવેલ છે. તો તાત્કાલિક સ્થળ ઉપર આવી કાયદેસરની કાર્યવાહી કરશો. જે અન્વયે ગરબાડા P.S.I. સહિત પોલીસ સ્ટાફના માણસો ગાંગરડા ગામે જઇ પહોંચતા મામલતદાર સહિત પોલીસની ટીમે ગાંગરડા રહેતા વિરાભાઈ રાયચંદભાઈ ભુરીયાના ઘરે જતા તેમના ઘર આગળ મંડપ બાંધેલ હોઇ અને તેની નીચે ચાર ઈસમો હાજર હોય જેઓને આ ઘરનાં માલિક બાબતે પૂછતા એક ઇસમેં પોતાનું ઘર હોવાનું જણાવ્યુ હતું જેથી સદર હાજર ચાર ઈસમો પૈકી પ્રથમ ઇસમનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ વિરાભાઈ રાયચંદભાઈ જાતે ભુરીયા રહે.ગાંગરડા, તોરણ ફળિયા તા.ગરબાડા, જી.દાહોદનાઓનો હોવાનું જણાવેલ અને તેઓને આ મંડપ કેમ બાંધેલ છે અને કઈ જગ્યાએથી મંગાવેલ જે બાબતે પૂછતા વિરાભાઈ રાયચંદભાઈનાઓએ જણાવેલ કે પોતાના ઘરે નવીન મકાનનું વાસ્તુ રાખેલ હોય જે વાસ્તામાં માણસોને બેસવા માટે મંડપ બનાવેલ હોવાનું જણાવેલ અને મંડપ લાવેલ તે ઇસમનું નામઠામ પૂછતા પપ્પુભાઈ પ્રતાપભાઈ બામણીયા રહે. ગરબાડાનવાફળિયાતા.ગરબાડા, જિલ્લા દાહોદનાઓના આપી ગયેલ હોવાનું જણાવેલ છે અને મંડપ પણ બેસાડી ગયેલ છે. પોલીસે સ્થળ ઉપર હાજર બીજા ઇસમનું નામઠામ પૂછતા તેને તેનું નામ હર્ષદભાઈ મડુભાઈ રાઠોડ, રહે.ગરબાડા, ભાભરા ચોકડીતા.ગરબાડાજિલ્લો દાહોદનો હોવાનું જણાવેલ તે પછી ત્રીજા ઇસમનું નામઠામ પૂછતા તેને તેનું નામ પુનમચંદ માનસિંહ રાઠોડરહે.ગરબાડામડી ફળિયાતા.ગરબાડા, જી.દાહોદનો હોવાનું જણાવેલ અને તેઓને પોતાની હાજરી બાબતે પૂછતા વિરાભાઈ રાયચંદભાઈ જાતે ભુરીયાનાઓ જમવાનું બનાવવા માટે જમવાના સાધનો સાથે અમોને બોલાવેલ હોવાનું જણાવેલ છે. આ પછી ચોથા ઇસમનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ રમણભાઈ રાયચંદભાઈ ભુરીયારહે.ગાંગરડાતોરણ ફળિયાતા.ગરબાડાજી.દાહોદનાનો હોવાનું જણાવેલ હોય પોતાની હાજરી બાબતે પૂછતા પોતાના ભાઈ વિરાભાઈ રાયચંદભાઈ જાતે ભુરીયાનાઓએ ઘરનું વાસ્તુ રાખેલ હોય ઘરના વાસ્તા પૂજનમાં મદદરૂપ થવા સારું બોલાવેલ હોય તેમ પોલીસ જણાવેલ. હાલમાં કોરોના વાયરસ દેશ ભરમાં ચાલી રહેલ છે અને કોઈ જગ્યાએ માણસો ભેગા થવું નહિ કે ભેગા કરવું નહિ તેવી જાહેરાતો આપેલ છે છતાં તમોએ આવી પ્રવૃત્તિ કરવા સારું કોઈને જાણ કરેલ છે કે આવી પ્રવૃત્તિ કરવા સારું પરવાનગી મેળવેલ છે કે કેમ તે અંગે પૂછતા તેઓએ કોઈ પરવાનગી મેળવેલ નહિ હોવાનું જણાવતા હોય જેથી મંડપ બેસાડેલ તે મંડપનો સરસામાન જોતા જેમાં લોખંડની પાઈપો, પ્લાસ્ટીકની ખુરસીઓ, કાપડની સીલીંગ, લોખંડના ગેસના ચુલા, ગેસના બે બોટલ, લોખંડના ટેબલ, નાયલોન પ્લાસ્ટીકના દોરડા, લોખંડની હથોડીઓ, કાપડના આડા પડદા, નેટ વિગેરે મળી કુલ  કિ.₹.૨૪,૩૭૫/- મુદામાલ પોલીસે કબજે લીધેલ છે.

હાલમાં કોરોના વાયરસ અંગે વધુ માણસો ભેગા કરી કોઈ પ્રસંગ ન કરી શકાય તેવું જાણવા હોવા છતાં વિરાભાઈ રાયચંદભાઈ ભુરીયા, રહે.ગાંગરડા, તોરણ ફળિયાતા.ગરબાડાજી.દાહોદ તથા રમણભાઈ રાયચંદભાઈ ભુરીયા રહે.ગાંગરડા, તોરણ ફળિયા, તા.ગરબાડા, જી.દાહોદ તથા હર્ષદભાઈ મડુભાઈ રાઠોડ, રહે ગરબાડા, ભાભરા ચોકડી, તા.ગરબાડા, જી.દાહોદ તથા પુનમચંદ માનસિંહ રાઠોડરહે ગરબાડા, મઢી ફળિયા, તા.ગરબાડા જી.દાહોદ તથા પપ્પુભાઈ પ્રતાપભાઈ જાતે બામણીયા, રહે.ગરબાડા, નવા ફળિયા, તા.ગરબાડા, જી.દાહોદનાઓએ ગાંગરડા ગામે માણસો ભેગા કરી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ દાહોદનાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી સદર પાંચ ઇસમો વિરુદ્ધ ગરબાડા પોલીસ ગુનો નોંધી વિરાભાઈ રાયચંદભાઈ ભુરીયા, રમણભાઈ રાયચંદભાઈ ભુરીયા, હર્ષદભાઈ મડુભાઈ રાઠોડ, પુનમચંદ માનસિંહ રાઠોડની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments