સંસ્કૃત ભાષા આપણી સંસ્કૃતિને ભારતવર્ષની ઓળખ છે અને પ્રાંચિન ગ્રંથો અને પુસ્તકો સંસ્કૃતમાં આલેખાયેલા છે ત્યારે સંસ્કૃતનું સમાજમાં ખૂબ મહત્વ છે અને આપણી ભારતીય સંસ્કૃતિને પરંપરાને જાળવવા અને આવનારી આપણી પેઢી આપણને વિરાસતમાં મળેલી ભાષા થી અવગત થાય અને વિદ્યાર્થીઓની સાથે સાથે સમાજમાં, લોકોમા પણ સંસ્કૃત ભાષા વિષે જાગૃતિ આવે તે હેતુસર દાહોદ જિલ્લાના કલેકટર યોગેશ નિરગુડે અને જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામા અને અવનીબા મોરી ખાસ ફરજ પરના અધિકારી સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્ય અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમાં સંસ્કૃત સપ્તાહની ઉજાવણીનાં ભાગરૂપે દાહોદની લીટલ ફ્લાવર સ્કૂલ થી એક ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રા વિવિધ પ્લેકાર્ડ, ડિસ્પ્લે, બળદ ગાડામા એક વિદ્યાર્થીને મહર્ષિ વેદવ્યાસજી રૂપે બેસાડવામાં આવ્યા હતા અને ગાડાની આજુબાજુ વેદો અને ઋષિમુનીઓના ચિત્રો દર્શાવામાં આવ્યા હતા અને આ સંસ્કૃત ગૌરવ યાત્રા દાહોદ લિટલ ફ્લાવર સ્કૂલ થી રળીયાતી રોડ થઇ આંબેડકર ભવન રોડ થઇ આદિવાસી મ્યુઝિયમ ઉપર પહોંચી હતી ત્યાં પણ એક વિશાળ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદર્શનીમાં રોજિંદા જીવન જરૂરિયાતની ઉપયોગી વસ્તુઓ, ફળ, ફ્રૂટ, પ્રાણી, પક્ષીઓ, વાહનો જેવી તમામ વસ્તુઓના સંસ્કૃતમાં નમો દર્શાવતી પ્રદર્ષની બનાવવામાં આવી હતી દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક અદભુત પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ સંસ્કૃત સપ્તાહની ઉજાવણી 6 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધી કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણધિકારીની કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેકટર રાકેશ ભોકણ દ્વારા જણાવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવોમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, આચાર્યો અને શિક્ષકો તેમજ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા “સંસ્કૃત સપ્તાહ” ની ઉજવણીના ભાગ રૂપે એક વિશાળ “સંસ્કૃત ગૌરવ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું
RELATED ARTICLES