Monday, January 27, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા વિકાસ અધિકારી (D.D.O.) તરીકે પદભાર સંભાળતા તેજસ પરમાર

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી (D.D.O.) તરીકે પદભાર સંભાળતા તેજસ પરમાર

THIS NEWS IS APONSORED BY –– RAHUL HONDA

  • પદભાર સંભાળ્યા બાદ જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી
  • દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેજસ પરમારે પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ અમરેલી ખાતે D.D.O. તરીકે ફરજ બજાવતા હતા.

મૂળ પાલનપુરના વતની એવા તેજશ પરમાર શિક્ષણમાં ઉચ્ચ કારકીર્દિ ધરાવે છે. તેમણે સુરત સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ખાતેથી મિકેનિકલમાં બીટેકની પદવી હાંસલ કર્યા બાદ ખાનગી કંપનીમાં ઉચ્ચા હોદ્દા ઉપર નોકરી કરી છે. એ બાદ અમદાવાદ ખાતે સરદાર પટેલ પ્રશાસનિક સેવા તાલીમ કેન્દ્રમાં તૈયારી કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને ૨૦૧૬માં ભારતીય પ્રશાસનિક સેવામાં જોડાયા છે.
આઇએએસની શરૂઆતની તાલીમ રાજકોટ જિલ્લામાં લીધા બાદ પ્રથમ નિમણૂંક દાહોદ પ્રાંત અધિકારી તરીકે પામ્યા હતા અને ત્યાંથી બઢતી સાથે અમરેલી ડીડીઓ તરીકે દોઢેક વર્ષ તરીકે ફરજ બજાવી છે.

THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS

તેઓ દાહોદ જિલ્લાથી સુપરિચીત છે. આજે તેમણે પદભાર સંભાળ્યા બાદ જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમણે એક ટીમ તરીકે લોકકલ્યાણ ના કામો કરવા માટે શાખાધિકારીઓને જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments