દાહોદ જિલ્લામાં તા.૦૩/૧૧/૨૦૨૩ ને શુક્રવારના રોજ જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ – ૧ દ્વારા આયોજિત સંકુલ કક્ષાનાં બાળ વિજ્ઞાન મેળાનું પ્રદર્શન સેન્ટ સ્ટીફન સ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત સમારંભના મુખ્ય અધ્યક્ષ ડોક્ટર કુબેર ડિંડોર (કેબિનેટ મંત્રી, આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી) અને કાર્યક્રમના ઉદ્દઘાટક કનૈયાલાલ કિશોરી (ધારાસભ્ય, દાહોદ) ના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાની ૬૦ જેટલી શાળાઓ એ ભાગ લીધો હતો. જેમાં વિજ્ઞાનને લાગતા નવા અને આધુનિક ટેકનલોજી બનાવીને વિજ્ઞાન પ્રદર્શન જેમાં ચંદ્રયાન ૩ રોકેટ, ટ્રાન્સપોર્ટ વાહન ચલાવનારની સેફ્ટી, પ્રદૂષણ વગર વળી પોટૅશિયમની બંદૂક, દેશના કિસાન માટે બેટરી થી ચાલતું ખેતીનું આધુનિક હલ વગેરે અનેક શાળાના વિદ્યાર્થીઓએ નવી ટેકનોલોજી બનાવી હતી. અને લોકો તેમના ટેકનોલોજી જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. તેમની ટેકનોલોજી જોઈને મંત્રી કુબેરભાઈ ડિંડોર એ કહ્યું આ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આપણા દેશના ભવિષ્ય છે, વિદ્યાર્થીઓએ નવા નવા આવિષ્કાર કરી મશીનો બનાવાવ્યા છે. હું સરકાર તરફ થી નવીન ટેકનોલોજી મશીન બનાવનાર વિદ્યાર્થીઓને સહાય પદ આપશે અને તેમને મદદરૂપ થશે ભવિષ્યમાં નવી ટેકનોલોજી થી વિદ્યાર્થીઓ આપણા ગુજરાત અને ભારતનું નામ રોશન કરશે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને દાહોદ જીલ્લાના વિદ્યાર્થીઓને મન માં ઉત્સાહ અને ખુશીની લહેર જાગી ગઈ હતી.