KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય, શૈક્ષણિક સ્ટાફ, બિનશૈક્ષણિક તથા વર્ગ 4ના કર્મચારીઓને સાતમું પગારપંચ અને તેમના અગત્યના પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી રંજિથકુમારના મધ્યમથી સરકારશ્રી સુધી પહોચે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું.
આજ રોજ તા.૧૦/૦૭/૨૦૧૭ સોમવારના રોજ જિલ્લાની તમામ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ કલેકટર કચેરી કંપાઉન્ડ ખાતે એકત્રિત થયા હતા અને ત્યાંથી તેઓ બધાએ ભેગા મળી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી તેમણે કહ્યું કે આ અમારી વણઉકેલ સમસ્યાઓનું આવેદનપત્ર આપ અમારા વતી રાજ્ય સરકાર સુધી પહોચતું કરો. ત્યારબાદ તેમણે બપોરના આશરે ૦૨:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી મૌન ધરણાં કર્યા હતા.