દાહોદ જિલ્લા સહકારી સંઘ ખાતે 68માં અખિલ ભારત સહકાર સપ્તાહ ની ઉજવણી દાહોદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન કલસિંગભાઈ મેડાના હસ્તે ધ્વજવંદન કરી ઉજવવામાં આવી હતી. સહકાર સપ્તાહની ઉજવણી તા.૧૪/૧૧/૨૦૨૧ થી ૨૦/૧૧/૨૦૨૧ સુધી ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનો સંઘના ચેરમેન કલસિંગભાઈ મેડા, વાઇસ ચેરમેન ડોક્ટર કિશોરભાઈ તાવિયાડ, ડિરેક્ટર મુકેશભાઈ પરમારએ કર્યું હતું. આભાર વિધિ ડિરેક્ટર સાબિર શેખ તથા સંચાલન એકઝીક્યુટિવ ઓફિસર એમ.ડી. ડામોરે કરી હતી. સંઘના ડિરેક્ટરો ભરતભાઈ વહોનીયા, યોગેન્દ્ર પાઠક, સુરપાલભાઈ વગેરે તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સહકાર સપ્તાહ ઉજવણી દાહોદ જિલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લાના ઝાલોદ માર્કેટ યાર્ડ ખાતે ફતેપુરા, સંજેલી અને ઝાલોદ તાલુકાનો તા.૧૭/૧૧/૨૦૨૧ ના રોજ તથા લીમખેડા મુકામે હોટેલ વિજય ખાતે દેવગઢ બારીયા, ધાનપુર, સિંગવડ અને લીમખેડાનો તા.૧૮/૧૧/૨૦૨૧ ના રોજ તથા દાહોદ મુકામે પૂર્ણાહુતિ જેમાં ગરબાડા અને દાહોદ તાલુકાનો તા.૨૦/૧૧/૨૦૨૧ ના રોજ કાર્યક્રમો યોજાનાર છે.
દાહોદ જિલ્લા સહકારી સંઘ ખાતે 68માં અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES