દાહોદ જિલ્લા સેવાસદન ખાતે સભાખંડમાં યોજાઈ સિવિલ ડિફેન્સ અંગેની બેઠક દાહોદ કલેકટર યોગેશ નિરગુડે અને DSP રાજદીપસિંહ ઝાલાએ આપી જરૂરી સૂચનાઓ ડિઝાસટર સહીત તમામ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
સિવિલ ડિફેન્સ અંગેની બેઠકમાં દાહોદ કલેકટરે જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સના કાયદામાં સમયે સમયે ફેરફાર થતા હોય છે અને સિવિલ ડિફેન્સ એક મહત્વનો મુદ્દો છે કારણકે જયારે યુદ્ધ થાય ત્યારે વોલેન્ટરી સર્વિસીસ આપવા માંગતા લોકોને સાથે જોડવા જોઈએ અને તેમને ટ્રેન કરી મદદ લેવાની હોય છે સીવી ડિફેન્સમાં ત્રણ બાબતોની ભૂમિકા મહત્વની છે. જેમાં પોલીસ, આરોગ્ય અને ફાયર. આમાં કોને સાથે જોડી શકાય જેની ઉંમર ૧૮ વર્ષથી ઉપરની વ્યક્તિઓ, ઉત્સાહી લોકો, NCC, સેવાભાવી સંસ્થા અને વોલેન્ટરી સેવા આપવા ઇચ્છતા લોકોનું પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું છે અને દેશ માટે જોડાવું એટલે બોર્ડર ઉપર જ જવું તે જરૂરી નથી આપણે આજુબાજુની પરિસ્થિતિમાં પણ મદદ કરવા માટે તૈયાર રહેવાનું હોય છે. આમાં ટ્રેનિંગની ખાસ જરૂર હોય છે અને સિવિલ ડિફેન્સ મામલે ટ્રેનિંગ કરાવવામાં આવશે કારણકે ટ્રેન્ડ વ્યક્તિઓ આવા સમયમાં ખુબ સરસ રીતે પોતાની ભૂમિકા ભજવી શકે. આમાં SRP, SDRF એ પણ ઓનલાઇન ટ્રેનિંગ આપવામાં આવશે. જયારે DSP રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે દાહોદને બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિનો સામનો નથી કરવો પડ્યો પણ આપણા નાગરિકને એવી રીતે તૈયાર કરીયે કે દરેક નાગરિક એ કોઈક અજાણ્યા વ્યક્તિ કોઈક શંકાસ્પદ વ્યક્તિઓ જો ધ્યાને આવે તો જાગૃત નાગરિક બની તંત્રને જાણ કરીએ. જિલ્લામાં કોઈ પણ ઘટના બને તો એસેન્સિયલ સર્વિસીસને આપણે પ્રાયોરીટી આપવી, હોમગાર્ડ અને જી.આર.ડી. માં એક્ટિવ જવાનોને ભરતી કરવા, ડીજે, ફટાકડા આ બધું વર્જિત છે અને ડ્રોન પણ વર્જિત રાખવું આ તમામ વસ્તુઓ આપણે એક જવાબદાર નાગરિક તરીકે પણ ફરજ નિભાવવાની છે અને વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાંથી ઓછામાં ઓછા ૩,૦૦૦ લોકોને સાથે જોડવાના છે અને વધારેની કોઈ લિમિટ નથી પણ સ્વેચ્છાએ વોલેન્ટરી કામ કરવા માંગતા હોય તેવા લોકોને વધુને વધુ સંખ્યામાં જોડીએ અંતે માજી સૈનિકે જણાવ્યું હતું કે અમે કોઈ પણ પરિસ્થિતિમાં લોકોની મદદ કરવા તૈયાર છે અને નવા જોડાશે તે વોલેન્ટરી લોકોને પણ ટ્રેનિંગ આપીશું અને આ મામલે સરકારી તંત્ર દ્વારા એનરોલમેન્ટ ડ્રાઈવ ચાલવામાં આવશે અને તેમાં લોકોએ બઢીચઢીને જોડાય તેવી ઈચ્છા દાહોદ જિલ્લા કલેકટરે વ્યક્તિ કરી હતી.
Byte – યોગેશ નિરગુડે કલેકટર દાહોદ