વિકાસ સપ્તાહના પ્રારંભે દાહોદ જિલ્લાના સંકલન અધિકારીઓ અને કર્મચારીઓએ ભારત વિકાસની સામૂહિક પ્રતિજ્ઞા લીધી.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાઓ ને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતા ઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનનાં સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તા.૦૭ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવતા ભારત દેશના યુવાનોમાં રહેલી પ્રતિભાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિશા આપી છે.
જે સંદર્ભે તા.૦૭ ઓક્ટોબરે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિ હેઠળ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ દરમ્યાન નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓએ તેમજ કર્મચારીઓએ બંધુતાની ભાવના સાથે દેશની અખંડિતતા માટે પ્રતિબંધ રહેવા, વિકસિત ભારતની વિભાવનાને સાર્થક કરવા સનિષ્ઠ પ્રયાસો કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને અગ્રતા આપી “વોકલ ફોર લોકલ” થકી સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા તથા દેશના સંસાધનોનો વિવેક પૂર્વક ઉપયોગ કરવા દેશ માટે સમર્પિત ભાવના સાથે સામુહિક ભારત વિકાસના શપથ લીધા હતા.