Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા સેવા સદન ખાતે આગામી ચોમાસામાં સંભવિત આફતો સામે અગમચેતી રાખવા...

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આગામી ચોમાસામાં સંભવિત આફતો સામે અગમચેતી રાખવા પ્રિ-મોનસુન બેઠક યોજાઇ

  • આગામી ચોમાસામાં સંભવિત આફતો સામે અગમચેતી રાખવા પ્રિ-મોનસુન બેઠક યોજાઇ.
  • વિવિધ વિભાગોએ કરવાની કામગીરી બાબત સમીક્ષા કરવામાં આવી.
  • ૧ જુનથી કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રહેશે.

દાહોદ જિલ્લામાં આગામી ચોમાસામાં સંભવિત આફતો સામે અગમચેતી રાખવા પ્રિ-મોનસુન બેઠક કલેકટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં સરદાર પટેલ સભાખંડ, જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અધતન કરવા, વિભાગ હસ્તકના તમામ બચાવ અને રાહતના સાધનોની વિગત અપડેટ કરી પ્લાનમાં સમાવિષ્ટ કરવા જણાાવ્યુ હતુ. ૧ જુનથી કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત કરવા, ભારે વરસાદ દરમ્યાન એકશન પ્લાનના અમલીકરણ બાબત તથા પૂર-વાવાઝોડા સમયે બચાવ, રાહત, પુર્નવસનની કામગીરીનું અત્યારથી જ આયોજન કરવા વ્યવસ્થા કરવાના રહેશે. લાઇફ જેકેટ, લાઇફ બોયા તથા આશ્રય સ્થાનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવાના રહેશે. તમામ નગર પાલિકાઓના ચીફ ફાયર ઓફિસરોએ આકસ્મિક સંજોગો માટે પૂરતી તૈયારી કરીને રાખવાની રેહશે. પ્રી-મોનસુન બેઠકમાં સિંચાઇ વિભાગ, આરોગ્ય વિભાગ, મધ્ય ગુજરાત વિજ કંપની લી., માર્ગ અને મકાન વિભાગ, જી.એસ.આર.ટી.સી., વન વિભાગ, પોલીસ વિભાગ, અન્ન નાગરિક અને પુરવઠા વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, બી.એસ.એન.એલ., ફિશરીઝ વિભાગ, ડી.આર.એમ. વેસર્ટન રેલવે, માહિતી વિભાગ દ્વારા કરવાની કામગીરી તથા લેવાની તકેદારી બાબત સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સમીક્ષા કરતાં જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશચન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર એમ.જે. દવે, આસીસ્ટન્ટ કલેકટર અને પ્રાન્ત અધિકારી તેજસ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી વી.એ. ખાંટ, ઝાલોદના નાયબ કલેકટર અને પ્રાન્ત અધિકારી એસ.ડી. ચૌધરી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments