Friday, November 1, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા પોલીસવડાની ઉપસ્થિતિમાં...

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા પોલીસવડાની ઉપસ્થિતિમાં આવતી કાલના મતદાન ની તૈયારીઓ ને લઇ યોજાઈ એક પ્રેસમિટ

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે ની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લા સેવા સદનના સભાખંડમાં મતદાનની તૈયારીઓની માહિતી આપતા જણાવ્યું હતું કે આજે દાહોદ કોમર્સ કોલેજ ઉપરથી EVM ડિસ્પેચિંગ ની કામગીરી વહેલી સવારથી શરું કરી દેવામાં આવી છે. જેમાં દાહોદ જિલ્લાના તમામ બુથો ઉપર ચાંપતા પોલીસ બંદોબસ્તની સાથે સરકારી બસોમાં અને ઇલેક્શન કમિશન દ્વારા ખાનગી હાયર કરેલી ગાડીઓમાં evm ની રવાનગી કરવામાં આવી હતી

આવતી કાલ વધુમાં વધુ લોકો મતદાન કરે એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે લોકો હિટ વેવ ને ધ્યાનમાં રાખી લોકો વહેલી સવારે આવીને લોકો મતદાન કરે જેથી હિટ વેવ થી બચી શકાય અને સ્ટેશન ઉપર મેડિકલ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક નો 100મી ની ત્રિજ્યા મોબાઈલ લાવો નહિ. બાકી પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા, ORS, મેડિકલ કીટ આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્લીપની સાથે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ 12 પૈકી એક ઓળખનો પુરાવો ફરજિયાત લાવવાનો રહેશે. જેમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુક, ઇનસ્યોરન્સ પોલિસી કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ વગેરે આ માંથી કોઈપણ એક વસ્તુ લઈ મતદાન મથક ઉપર મતદાન કરવા જવું. દાહોદ જિલ્લા પોલીસ વડાએ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતીની વાત કરતા જણાવ્યું હતું કે 2000 પોલીસ કર્મીઓ, અને ફોર્સના માણસોના કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે EVM ડીસ્પેચિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને દાહોદમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન થશે. EVM ડીસ્પેચિંગ સ્થળ ઉપર જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા પોલીસ વડા, નાયબ ચૂંટણી અધિકારી, મામલતદાર અને નાયબ મામલતદારોની ટીમ સાથે પહેલા સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસમીટમાં દાહોદ રીટરનીંગ ઓફિસર, જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા, SP વિશાખા જૈન, DDO ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર તથા નાયબ માહિતી નિયામક અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા

Byte 1 – ડો. રાજદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા, દાહોદ.

Byte 2 – યોગેશ નિરગુડે, જિલ્લા ચૂંટણી અધિકારી, દાહોદ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments