દાહોદ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે આજે તા.૧૧/૦૪/૨૦૨૩ એ મંગળવારના રોજ સાયબર સિક્યુરિટીને લઇ સમજ આપતો સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર દાહોદના ASP જગદીશ બાંગરવા દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં સાયબર સિક્યુરિટી રિલેટેડ જે વસ્તુઓમાં સાવધાની રાખવાની છે અને જે પોલીસે પણ તેમની સાથે સંપર્કમાં આવતા લોકો સુધી જાગૃતિના ભાગ રૂપે આ માહિતી પૂરી પાડવાની છે, તેના ભાગ રૂપે આજે સાયબર સિક્યુરિટી મુખ્યત્વે ઈન્ટરનેટના માધ્યમથી થતાં આર્થિક ફ્રોડ કેવી રીતે રોકી શકાય તેમાં કંઈ બાબતોનો આપણે પોતે ધ્યાન રાખવું જોઈએ અને આપણે આપણો સેલફોન વાપરીએ. તેમાં પણ કંપની સિવાયની એપ્લીકેશન ડાઉનલોડ ન કરવી, અજાણ્યા કોલ રિસિવ ન કરવા, ખોટા અને અજાણ્યા વિડિયો કોલનો રિસ્પોન્સ ન આપવો અને olx ઉપર અને quikr ઉપર સસ્તા વેચાતી સેકન્ડ વસ્તુઓ દ્વારા લોભામણી ઓફરો આપી થતાં ફ્રોડ વિશે એક વ્યવસ્થિત ટ્રેનિંગ સેશનનું આયોજન કરી અને પોલીસ કોન્સ્ટેબલોની ખાસ કરીને સમગ્ર જિલ્લાની SHE ટીમ ની વધુ ઉપસ્થિતિ રાખવામાં આવી હતી અને માહિતી આપવામાં આવી હતી અને આજ ટીમ 11 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી પોર્ટલ ઉપર રજીસ્ટર સીનીયરર સીટીઝનને ઘરે ઘરે જઈ આ મામલે ટ્રેનિંગ આપશે. આ પ્રસંગે દાહોદ જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા ASP જગદીશ બાંગરવા દ્વારા સીનીયર સીટીઝનની સુરક્ષા માટે સાયબર સિક્યુરિટીનો...