દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે થોડા દિવસો પહેલા એક બાળકની લાશ ઝાડ પરથી મળી આવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ બાળ કલ્યાણ સમીતી (CWC) ના ચેરમેન નરેન્દ્ર સોની, સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવીયાડ , જે.જે.બી.ના સભ્ય મખજીભાઈ બારીયા , વસીમ કુરેશી સહિતની ટીમ મીરાખેડી ગામે સ્થળ મુલાકાતે તેમજ પરિવારજનોની મુલાકાતે પહોંચ્યાં હતાં.
મીરાખેડી ગામે થોડા દિવસો અગાઉ એક ઝાડ પરથી એક બાળકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે પોલીસે પણ તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે, ત્યારે બાળ કલ્યાણ સમીતી, સમાજ સુરક્ષા અધિકારી, CWC ચેરમેન નરેન્દ્ર સોની સહિતની ટીમ મીરાખેડી ગામે સ્થળ મુલાકાતે પહોંચી હતી. જ્યાં જે ઝાડ ઉપર બાળકની લાશ મળી આવી હતી તે સ્થળ પર પહોંચ્યાં હતાં. બાળકના પરિવારની પણ મુલાકાત કરી હતી અને સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કર્યાેં હતો. આ મામલે નરેન્દ્ર સોની દ્વારા સ્થાનીક પોલીસની પણ મુલાકાત લીધી હતી અને આ ઘટનાની સત્યતા બહાર આવે તે માટે તપાસ કરવામાં આવે તેવી પોલીસ સમક્ષ રજુઆત કરી હતી.