Tuesday, April 8, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લો ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે બનશે યોગમય

દાહોદ જિલ્લો ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે બનશે યોગમય

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદ નગરનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આગામી તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દાહોદ જિલ્લો યોગમય બનશે. યોગ દિવસે જિલ્લા, નગર પાલિકા, તાલુકા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદ નગરનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ પણ સહભાગી બની યોગ દિવસની ઉજવણી કરાશે.

સમગ્ર જિલ્લામાં યોગ દિવસની ઉજવણી માટેના યોગ્ય આયોજન માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા છે. જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ જિલ્લા મથકે કુલ પાંચ સ્થળે, તાલુકા દીઠ બે સ્થળે તેમજ નગરપાલિકા દીઠ બે સ્થળે ઉજવવામાં આવશે.

THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS

આ  ઉપરાંત રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ આઇકોનિક સ્થળો નક્કી થયા છે. જે પૈકી દાહોદ જિલ્લામાં પુરાતન શિવ મંદિર બાવકા ખાતે યોગ પ્રોટોકોલ મુજબ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

વિશ્વ યોગ દિવસે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના પરિસરમાં પોલીસકર્મીઓ તેમજ આરોગ્ય કેન્દ્રોના પરિસરમાં આરોગ્યકર્મીઓ પણ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગને ભારત સુધી સીમિત નહીં રાખતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, અને ૧૭૭ દેશોના સમર્થન દ્વારા સર્વ સંમતિથી આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો અને ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા આખું વિશ્વ પ્રેરિત થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments